કોઈ વસ્તુની જાહેરાત કરવી તે અંગત પસંદગી છે: અજય
મુંબઈ, પાન મસાલાની જાહેરાતમાં દેખાવા બદલ અક્ષય કુમારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જાહેરાતમાં તેણે અજય દેવગણ અને શાહરુખ ખાન સાથે ફ્રેમ શેર કરી હતી.
એક્ટરના ફેન્સે નિરાશા વ્યક્તિ કરી હતી. જે અક્ષય કુમાર તરત જ જાહેરાતથી અલગ થઈ ગયો હતો, આટલું જ નહીં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેણે તેના ફેન્સ અને શુભચિંતકોની માફી માગી હતી, તેમજ ભવિષ્યમાં કોઈ પણ પસંદગી કરતા પહેલા વિચારવાનું વચન આપ્યું હતું.
કોન્ટ્રોવર્સી વિશે વાત કરતાં અજય દેવગણે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે, કોઈ વસ્તુની જાહેરાત કરવી તે અંગત પસંદગી છે અને દરેક વ્યક્તિ પોતાના માટે ર્નિણય લેવા પરિપક્વ છે. અમુક પ્રોડક્ટ એવી છે, જે નુકસાન કરનારી છે અને અમુક એવી છે જે નુકસાન કરતી નથી.
હું નામ આપ્યા વિના કહીશ કારણ કે,તેનો પ્રચાર કરવા માગતો નથી. હું ઈલાયચી કરી રહ્યો હતો. મારું એટલું જ કહેવું છે કે જાે કોઈ વસ્તુ એટલી ખરાબ હોય તો પછી તેનું વેચાણ જ ન થવું જાેઈએ’, તેમ ન્યૂઝ ૧૮ સાથે વાતચીત કરતાં અજય દેવગણે કહ્યું હતું. કોન્ટ્રોવર્સી બાદ સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ પણ બન્યા હતા. અક્ષચ કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘હું દિલગીર છું.
મારા ફેન્સ અને શુભચિંતકોની માફી માગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને ઊંડી રીતે અસર પહોંચાડી છે. મેં ક્યારેય તમાકુને પ્રોત્સાહન આપ્યું નથી અને આપીશ પણ નહીં. વિમલ ઈલાયચી સાથે મારા જાેડાણ બાદ તમારી જે લાગણીઓ સામે આવી છે તેનો હું આદર કરું છું. વિનમ્રતાથી હું આમાંથી પીછેહઠ કરું છું. મેં મારી એન્ડોર્સમેન્ટ ફી એક સારા કામ માટે વાપરવાનો ર્નિણય કર્યો છે.
જ્યાં સુધી મારો કાયદાકીય કોન્ટ્રાક્ટ પૂરો ન થાય ત્યાં સુધી બ્રાન્ડ એડ બતાવવાનું ચાલુ રાખી શકે છે પરંતુ હું વચન આપું છું કે ભવિષ્યમાં કોઈપણ પસંદગી કરતાં પહેલા વિચાર કરીશ. બદલામાં હું તમારી પાસે પ્રેમ અને શુભેચ્છાઓની અપેક્ષા રાખું છું.SSS