કોઈ વ્યક્તિ ખોટી રીતે મીડિયામાં અફવાઓ ફેલાવી રહ્યો છે- નવાઝુદ્દીનનો ભાઇ

નવીદિલ્હી, બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ તેના ભાઈ શમસ નવાબ સિદ્દીકી સામે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. નવાઝની ભત્રીજીએ દિલ્હીના જામિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જોકે, હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી. નવાઝની ભત્રીજી પોલીસ સમક્ષ નિવેદન આપવા પણ આવી નથી.
જોકે, નવાઝુદ્દીનના ભાઇ શમસ નવાબ સિદ્દીકીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે ટિ્વટર પર આ અંગે સ્પષ્ટતા કરતી ટિ્વટ કરી છે. તેણે પહેલી ટિ્વટમાં લખ્યું- કોઈપણ કેવી રીતે કાયદાને ગેરમાર્ગે દોરી શકે છે અને એક જ કેસને અલગ-અલગ સ્ટેટમેન્ટ સાથે દિલ્હી પોલીસમાં નોંધાવી શકે છે. ૨ વર્ષ પહેલા કોર્ટમાં અપાયેલા નિવેદનમાં નવાઝુદ્દીનનું નામ નહોતું. આ કેસ ઉત્તરાખંડ હાઇકોર્ટમાં પહેલાથી ચાલી રહ્યો છે. બીજી ટિ્વટમાં નવાઝના ભાઈએ લખ્યું- આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કોઈ વ્યક્તિ ખોટી રીતે મીડિયામાં અફવાઓ ફેલાવી રહ્યો છે. ટૂંક સમયમાં સચ્ચાઈ બધાંની સામે આવી જશે.