કોઈ સેલ્ફી માટે કહે છે ત્યારે મને સમજાતું નથીઃ અશનીર
મુંબઇ, શાર્ક ઈન્ડિયા ઈન્ડિયામાં આંત્રપ્રિન્યોરની પેનલમાં સામેલ થયા બાદ ભારતપેના કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરને ખૂબ પોપ્યુલારિટી મળી છે. જાે કે, પોપ્યુલારિટી સાથે ટ્રોલિંગ અને નકારાત્મકતા પણ મળે છે અને અશનીર ગ્રોવર પણ સોશિયલ મીડિયા પર તેનો સામનો કરી રહ્યા છે.
સાચી અને સચોટ વાત મોં પર જ કહી દેવાની આદતના કારણે તેમને દર્શકો તરફથી પોઝિટિવ અને નેગેટિવ ફીડબેક મળ્યો હતો. શો બાદ આંત્રપ્રિન્યોરના ચાહકોમાં વધારો થયો છે તો બીજી તરફ તેઓ આ જ કારણથી ટ્રોલિંગ અને નકારાત્મકતા સામે પણ લડી રહ્યા છે.
હાલમાં, કોમેડિયન રોહન જાેશી અને સાહિલ શાહ સાથે વાતચીત કરતાં અશનીર ગ્રોવરે જણાવ્યું હતું કે, તેઓ કેવી રીતે ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. ટ્રોલ્સ વિશે સવાલ પૂછતાં અશનીરે કહ્યું હતું કે, ‘ખૂબ ગાળો મળે છે. હજી પણ રાતે છુપાઈને હું ૩ વાગ્યે ઉઠી ગંદી કોમેન્ટ્સને ડિલિટ કરું છું. અશનીર ગ્રોવરે કહ્યું હતું કે, તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સોશિયલ મીડિયા યૂઝર્સને તેમણે બ્લોક પણ કરી દીધા છે.
‘મેં તેમને બ્લોક કરી દઉ છું અને ‘નોટ ઓનલી ધિસ પર્સલન બટ એની અકાઉન્ટ ધે ક્રિએટ ઈન ધ ફ્યૂચર’ને પણ સિલેક્ટ કરું છું’, તેમ તેમણે કહ્યું હતું. શાર્ક ટેંક ઈન્ડિયાથી વધેલી પોપ્યુલારિટી વિશે પણ અશનીર ગ્રોવરે વાત કરી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે, જ્યારે પણ કોઈ તેમને જુએ છે ત્યારે તેમની સાથે સેલ્ફી લેવા માગે છે. ‘લોકો ઘણીવાર આવે છે અને સેલ્ફી માટે કહે છે અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે મારે બે અલગ-અલગ કેમેરામાં જાેવુ પડે છે.
મને તે સમજાતું નથી. જાે તમારે સેલ્ફી જાેઈતી હોય તો, કોઈ સુંદર એક્ટર પાસે જાઓ ને, હું શું કામ?’, તેમ તેમણે કહ્યું હતું. શાર્ક ટેંક ઈન્ડિયાની પહેલી સીઝન દર્શકોમાં હિટ રહી હતી. શો ખૂબ ઓછા એપિસોડનો હતો અને દેશનો સૌથી ચર્ચાસ્પદ બની ગયો. તેણે ટૂંક સમયમાં સ્ટાર્ટઅપ કલ્ચરને મોટાપાયે વિસ્તૃત કર્યું છે.SSS