Western Times News

Gujarati News

કોકા કોલા ઇન્ડિયા બિહારમાં ૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

લગભગ ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે

પટણા, બિહારમાં કોકા કોલા ઇન્ડિયા કંપની ૧૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેનાથી રાજયના લીચી કિસાનોને ખુબ લાભ થઇ શકે છે. તેના માટે ઉન્નત લીચી પરિયોજનાની શરૂઆત પણ કોકા કોલા ઇÂન્ડયા કંપની,રાષ્ટ્રીય લીચી અનુસંધાન કેન્દ્ર અને દેહાત (બિહારની જ એક સંસ્થા)એ સાથે મળી શરૂ કરી દીધી છે.

બિહારના કૃષિ મંત્રી પ્રેમકુમારે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ લગભગ ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે તથા ૩૦૦૦ એકરમાં જુની લીચી બાગોને જીર્ણોધ્ધાર કરવામાં આવશે આ સાથે જ નવી ટેકનીકીથી લીચીના નવા બાગ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ કંપની મુઝફફનગર સમસ્તીપુર અને વૈશાલી જીલ્લામાં લીચીનું ઉત્પાદન વધારવાનું કામ કરશે આ સાથે જ લીચી કિસાનો અને આ વ્યવસાયથી જાડાયેલ લોકોના વિકાસ માટે કામ કરવામા આવશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે મુઝફફરપુરમાં લીચીનો એક અત્યાધુનિક બાદ લગાવવામાં આવશે જયાં કિસાનોને આધુનિક તાલીમ આપવામાં આવશે આ પરિયોજનામાં કોકા કોલા ઇડિયા ૧૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેમણે દાવો કર્યો કે તાજેતરમાં સરકારના પ્રયાસોથી શાહી લીચી જર્દાલુ કેરી મગહી પાન કતરનો પાકને જીઆઇ ટૈગ મળ્યો છે તેનાથી આ પાક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ આ પાક ઉત્પાદકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુમાં વધુ મૂલ્ય અપાવવાનો છે આ કડીમાં બહુરાષ્ટ્રીય કંપની કોકાકોલા રાજયના શાહી લીચી અને ચાઇના લીચીના ક્ષેત્રમાં સહયોગ કરવા જઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.