કોકિલાબેન અંબાણીએ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા
મુંબઈ, વિજયા દશમીના દિવસે ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણીના (Founder of Reliance Industries Limited Late Dhirubhai Ambani) ધર્મપત્ની કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani) શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર મહાલક્ષ્મી, મુંબઈમાં (Swaminarayan Temple, Mahalaxmi, Mumbai) ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધાર્યા હતા.
શ્રીમતી કોકીલાબેનનું મંદિરના કાર્યક્રતા ધ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓ મંદિરની સ્વચ્છતા, સુઘડતા નિહાળીને ખુબ જ પ્રભાવિત થયા હતા. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના માતા કોકિલાબેન મંદિરમાં વિજયા દશમીના દિવસે ભગવાન સ્વામીનારાયણની પૂજા અર્ચના કરી હતી.