Western Times News

Gujarati News

કોકિલાબેન હોસ્પિટલમાં કિરણ ખેરની કેન્સરની સર્જરી થઈ

મુંબઇ: ચંદીગઢના સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરનું આજે એટલે કે ૨૭ મેના રોજ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં બોન સર્જરી થઈ છે. ઉલ્લેખનીય છે કે કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા છે. કેન્સરની સારવાર માટે તેઓ છેલ્લાં પાંચ મહિનાથી મુંબઈમાં છે.
નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કિરણ ખેર બે દિવસ પહેલાં હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આજે (૨૭ મે) સવારે સાડા સાત વાગે સર્જરી શરૂ થઈ હતી, જે ત્રણ કલાક સુધી ચાલી હતી. આ સર્જરીમાં બોન મેરોમાંથી કેન્સરસ બોન કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ થોડીવાર સુધી ઓપરેશન થિયેટરમાં રહેશે અને પછી તેમને નોર્મલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવશે. હોસ્પિટલમાં અનુપમ ખેર હાજર છે.

ઉલ્લેખનીય છે કે મલ્ટીમલ માયલોમા બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. આ બીમારીમાં લોહીમાં વ્હાઈટ બ્લડ સેલ્સમાં કેન્સર પ્લાઝ્‌મા સેલ બોન મેરોમાં જમા થવા લાગે છે અને તંદુરસ્ત સેલ્સને અસર કરે છે.

હાલમાં જ અનુપમ ખેરે પત્નીની તબિયત અંગે કહ્યું હતું, ‘કિરણની કેન્સરની જંગ મુશ્કેલ છે, પરંતુ તેની હાલત સારી છે. હોલિવૂડ એક્ટર રોબર્ટ ડી નીરોએ પણ પત્નીની તબિયત અંગે પૂછ્યું હતું. આ પરિસ્થિતિમાં તે બહુ બહાર જઈ શકે તેમ નથી અને મિત્રોને મળી શકે તેમ નથી. જાેકે, સારી વાત એ છે કે તે રિકવરી મોડ પર છે. તે હકારાત્મક રીતે વિચારે છે. જાેકે, કિમોથેરપીની અસર તેમની પર વિવિધ રીતે થાય છે.

અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ અને તે પણ પ્રયાસ કરે છે. આટલી મુશ્કેલ સારવાર માટે મનની સ્થિતિને સ્ટ્રોંગ બનાવવી પડે છે.’ અનુપમ ખેરે સો.મીડિયામાં એક તસવીર શૅર કરીને કહ્યું હતું, કિરણની તબિયત અંગે કેટલીક અફવાઓ ચાલી રહી છે. તે એકદમ ઠીક છે. આજે બપોરે તેમે વેક્સિનનો બીજાે ડોઝ પણ લીધો હતો. હું તમામને વિનંતી કરું છું કે આ પ્રકારના નકારાત્મક ન્યૂઝ ના ફેલાવો. આભાર. સલામત રહો.

બુધવાર, ૩૧ માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે ૬૮ વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.

અરુણ સૂદે કહ્યું હતું, ‘ગયા વર્ષે ૧૧ નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ
ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.