કોકિલા મોદીનો રોલ રુપલ પટેલ જ પ્લે કરશે : અહેવાલ

સાથ નિભાના સાથિયા ફેમ રુપલ પટેલ એટલે કે કોકિલા મોદીનો ‘રસોડે મેં કૌન થા? વાળો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ મેકર્સ સીરિયલની બીજી સીઝન લઈને આવી રહ્યા છે. આ શોની પહેલી સીઝન સુપરહિટ રહી હતી અને સતત ૭ વર્ષ સુધી દર્શકોના દિલ પર રાજ કર્યા બાદ ૨૦૧૭માં ઓફ-એર થઈ હતી. હવે મેકર્સ નવી સ્ટોરી અને નવા કેરેક્ટર સાથે ‘સાથ નિભાના સાથિયા ૨ લઈને આવી રહ્યા છે. આ વખતે શોનું મુખ્ય કેરેક્ટર ગહેના હશે,
![]() |
![]() |
જેના રોલ માટે સ્નેહા જૈનને કાસ્ટ કરવામાં આવી છે જ્યારે ગોપી વહુના રોલ માટે દેવોલીના ભટ્ટાચાર્જી પહેલાથી જ ફાઈનલ છે. હવે, કોકિલા મોદીના રોલ માટે રુપલ પટેલનું નામ કન્ફર્મ થયું છે. રુપલ પટેલ એક સમયે એક જ સીરિયલમાં કામ કરવા માગતી હતી, તેથી તે આ શોનો ભાગ બનશે કે કેમ તે અંગે સસ્પેન્સ હતું. પરંતુ વાતચીત કરતાં એક્ટ્રેસે શોમાં કામ કરવાની હોવાની વાતને કન્ફર્મ કરી છે. રુપલ પટેલે કહ્યું કે, સાથ નિભાના સાથિયા ૨ કોકી વગર અધૂરુ છે.
મોટાભાગની સાસુ-વહુની સીરિયલોમાં સાસુનું પાત્ર અથવા તો નેગેટિવ બતાવવામાં આવે છે અથવા તો એકદમ સપોર્ટિવ. સીરિયલમાં રુપલ પટેલનું કેરેક્ટર કોકિલા સત્ય સાથે ઉભી રહેનારી સ્ત્રી વિશે હતું. જે તેની વહુઓ વચ્ચે ક્યારેય ભેદભાવ કરતી નહોતી. આ અંગે વાત કરતાં હસતા-હસતા રુપલ પટેલે કહ્યું કે, આજે પણ ઘણી છોકરીઓ મને કહે છે કે તેમને કોકી જેવી સાસુ જોઈએ છે. રુપલ પટેલ હાલ રાજન શાહીની સીરિયલ યે રિશ્તે હૈ પ્યાર કેમાં કામ કરી રહી છે.
મહામારીના સમયમાં તે એકસાથે બંને સીરિયલમાં કેવી રીતે કામ કરી શકશે? તેમ પૂછતાં તેણે કહ્યું કે, જ્યારે મને સાથ નિભાના સાથિયા ૨ માટે અપ્રોચ કરવામાં આવી તે રાત્રે હું ઉંઘી નહોતી. કારણ કે મેં એક સમયે માત્ર ૧ જ સીરિયલ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ચેનલ, રાજન શાહી અને રશ્મિ મેડમે મને ખાતરી આપી કે તેઓ બધુ સંભાળી લેશે. ઓનલાઈન ક્રિએટર યશરાજ મુખાતેનો રસોડે મેં કૌન થા? વીડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર ઘર-ઘરમાં કોકિલા મોદીની ચર્ચા થવા લાગી હતી. રુપલ પટેલ સોશિયલ મીડિયા પર નથી ત્યારે દિલ્હીમાં રહેતા તેના એક રિલેટિવે તેને આ વીડિયો મોકલ્યો હતો.