Western Times News

Gujarati News

કોગળા કરીને કોરોનાના ટેસ્ટને ICMRની મંજૂરી

Files Photo

મુંબઈ: કોરોનાની તપાસ માટે એક નવી સલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. આ પદ્ધતિમાં ત્રણ કલાકમાં કોરોના થયો છે કે નહીં તે જાણી શકાશે. આ પદ્ધતિને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર) દ્વારા મંજૂરી મળી ગઈ છે. સીએસઆઈઆર અંતર્ગત નાગપુર સ્થિત એનઈઈઆરઆઈના વૈજ્ઞાનિકોએ એક ઉપલબ્ધિ મેળવી છે.

આઈસીએમઆરએ એનઈઈઆરઆઈને પોતાની ટીમોને દેશભરની લેબોરેટરીઓમાં નવી પદ્ધતિની તાલીમ આપવા માટે મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ મેથડ અનુસાર, એક દર્દીને કોગળા કરાવ્યા પછી એક સામાન્ય કલેક્શન ટ્યુબમાં થુંકવાનું કહેવામાં આવે છે. કલેક્શન ટ્યુબમાં આ સેમ્પલ લેબમાં લાવવામાં આવે છે. ત્યાં તેને રુમ ટેમ્પરેચર પર જ નીરી દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ખાસ બફર સોલ્યુશનમાં રાખવામાં આવશે. જ્યારે આ સોલ્યુશનને ગરમ કરવામાં આવશે તો એક આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે. સોલ્યુશનને હવે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરીઝ ચેઈન રિએક્શન એટલે કે આરટી-પીસીઆર માટે પ્રોસેસ કરવામાં આવે છે.

નીરીના પર્યાવરણ વાયરોલોજી સેલના સીનિયર વૈજ્ઞાનિક ડોક્ટર કૃષ્ણા ખૈરનાર જણાવે છે કે આ નવી પધ્ધતીથી સેમ્પલ કલેક્ટ કરવાની પ્રક્રિયા સરળ છે અને પ્રમાણમાં સસ્તી પણ છે. લોકો જાતે પણ કોરોના ટેસ્ટિંગ કરી શકે છે. આના માટે કલેક્શન સેન્ટર પર લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. આ પ્રક્રિયાથી સમય પણ ઘણો બચી શકે છે. આનાથી સંક્રમણનું જાેખમ પણ ઘટાડી શકાય છે. આ પદ્ધતિમાં કચરો પણ ઓછો થાય છે.

નાક અને ગળાથી સેમ્પલ લેવાની પદ્ધતિમાં સમય વધારે લાગે છે અને આ પદ્ધતિમાં દર્દી અસહજ બની જાય છે. ઘણી વાર સેમ્પલને એક સ્થળેથી બીજા સ્થળ પર લઈ જવામાં નાશ પણ પામે છે. જ્યારે સ્લાઈન ગાર્ગલ આરટી-પીસીઆર તાત્કાલિક થઈ જાય છે. તે સરળ અને પેશન્ટ ફ્રેન્ડલી પણ છે. કચરો ઓછો નીકળતો હોવાને કારણે તે પર્યાવરણ ફ્રેન્ડલી પણ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પદ્ધતિ ગ્રામ્ય વિસ્તારો માટે વધારે ફાયદાકારક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.