Western Times News

Gujarati News

કોચવાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

વલસાડ તાલુકાના કોચવાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, સરકારી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ કચેરીમાં જવું ન પડે  તે માટે યોજાયેલા સેવાસેતુના ચાર તબક્કાની સફળતા બાદ પાંચમા તબક્કામાં પણ અનેક લોકોને ઘરઆંગણે સેવાઓ મળી રહી છે. સેવાસેતુ કાર્યક્રમ પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

તાલુકા પંચાય પ્રમુખ પ્રિયંકાબેન પટેલે જણાવ્‍યું હતું કે, છેવાડાના માનવીને અનેક લાભો એક જ સ્‍થળે મળે તે માટે રાજ્‍ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીના સ્‍વચ્‍છતા અભિયાને સહયોગ આપવા દરેકને સ્‍વચ્‍છતા જાળવવા તેમણે અનુરોધ કર્યો હતો.

પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલે સેવાસેતુ કાર્યક્રમમાં મળતી સેવાઓનો લાભ દરેક ગ્રામજનોને મળે તે માટે ગામના સરપંચ સહિત આગેવાનોને સક્રિયતા રાખવા જણાવ્‍યું હતું.

ધારસભ્‍ય અરવિંદભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્‍તે લાભાર્થીઓને મળેલા લાભોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે કોચવાડા સરપંચ મીનાબેન, મામલતદાર કે.એસ.સુવેરા, તાલુકા વિકાસ અધિકારી  તાલુકા સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધનસુખભાઇ, વિવિધ ગામોના સરપંચ સહિત અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનો, અરજદારો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.