કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળ્યું
કોઝિકોડ : શુક્રવારે કેરળના કોઝિકોડ એરપોર્ટ (Kozhikode Airport) ખાતે રન વે પરથી સ્લીપ થઈને ખાઈમાં પડેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યાં છે. DFDR (Digital Flight Data Recorder) અને CVR (Cockpit Voice Recorder) પ્લેન અંગેની ખૂબ જ મહત્ત્વની વિગતો સ્ટોર કરે છે. રેકોર્ડરમાં પ્લેન કેટલી ઊંચાઈ પર, કેટલી ઝડપે કયા વિસ્તારમાં ઉડી રહ્યું છે સહિતની માહિતી રેકોર્ડ થાય છે. એટલું જ નહીં આ રેકોર્ડરમાં પાઇટ્સની વાતચીત પણ રેકોર્ડ થાય છે.
વિમાનમાં 10 બાળકો સવાર હતા : એર ઇન્ડિયા પાસેથી મળેલી માહિતી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 બાળકો 6 ક્રૂ મેમ્બર સહિત 190 લોકો સવાર હતા. રાહત અને બચાવકામ માટે કોઝિકોડથી એક એનડીઆરફની ટીમ પણ રવાના કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે કેરળમાં ભારે વરસાદને કારણે રન વે પર પાણી ભરાયું હતું. આ કારણે પ્લેન રન વેથી આગળ નીકળી ગયું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
https://westerntimesnews.in/news/62789