કોઝિકોડ દુર્ધટના મૃતકોના શબ પરિવારને સોંપાયા
નવીદિલ્હી, એર ઇન્ડિયા એકસપ્રેસે જણાવ્યું છે કે કોઝિકોડ હવાઇ દુર્ધટનામાં મૃત્યુ પામેલા ૧૬ વ્યક્તિઓના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. વિમાનના પાઇલોટ દીપક વસંત સાઠેના મૃતદેહને કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેમના મૃતદેહને મુંબઇ લઇ જવાશે વિમાનના કો પાઇલોટ અખિલેશ કુમારના મૃતદેહને તેમના વતન મથુરા લઇ જવાયો હતો અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સમયે તેમના પરિવારજનો તેમજ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકસપ્રેસના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. એ યાદ રહે કે એર ઇન્ડિયાની ફલાઇટે કોઝિકોડના ટેબલટોપ એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે રનવેને ઓવરશૂટ કરી દીધો હતો અને વિમાન નજીકની ૩૫ ફુટ ઉડી ખીણમાં જઇને પડયું હતું.SSS