કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં કોરોનાની એન્ટ્રી: એક યાત્રી પોઝિટિવ
તિરૂવનંતપુરમ, કેરાલાના કોઝિકોડ વિમાન હાદસામાં હવે કોરોનાની પણ એન્ટ્રી થઈ છે. દુબઈથી કોઝિકોડ આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનુ શુક્રવારે રાતે ક્રેશ લેન્ડિંગ થયા બાદ બે પાયલોટ સહિત 18 લોકોના તેમાં મોત થયા છે.આ પૈકીના એકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દુબઈથી આવી રહેલુ વિમાન ક્રેશ લેન્ડિંગના કારણે બે ટુકડામાં વહેંચાઈ ગયુ હતુ.આ મામલાની તપાસ ચાલી રહી છે.નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી, કેરાલાના સીએમ પી વિજયન સહિતના નેતાઓ એરપોર્ટ પર આજે પહોંચ્યા હતા.
https://westerntimesnews.in/news/62855
દરમિયાન એક યાત્રીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વિમાનમાં બેઠેલા બીજા મુસાફરોમાંથી પણ કોરોના પોઝિટિવ હોવાની શક્યતા વધી ગઈ છે.આમ રાહત અને બચાવ કામગીરી કરી રહેલા તંત્ર માટે એક બીજી સમસ્યા સર્જાઈ છે. કેરાલા આવી રહેલી આ ફ્લાઈટ ભારતના વંદે ભારત મિશનનો હિસ્સો હતો.જેના ભાગરુપે 12 દેશોમાંથી લોકોને પાછા લાવવા માટે ફ્લાઈટોની વ્યવસ્થા કરવામાં આવી છે.