કોટડા પ્રાથમિક શાળાના આ.શિક્ષકે વિશ્વના દેશ ચલણી નાણું અને સિક્કા પર નવતર પ્રયોગ રજૂ કર્યો

દાહોદ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં 11000 વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યુ : ધોરણ 4 પર્યાવરણ 5 ગણિત 6 સામાજિક વિજ્ઞાન વિષયોને ધ્યાને લઇ કૃતિ રજૂ કરી
સંજેલી: જીસીઆરટી ગાંધીનગર ન્યારા એનર્જી લિ.પ્રેરિત દાહોદ ડાયટ આયોજિત જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ મા નવતર પ્રયોગ કરી સતત પોતાની આગવી સૂઝબુઝ પદ્ધતિઅોથી વાકેફ કરવા ત્રિ દિવસીય યોજાયેલા જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના શિક્ષકો અે 58 જેટલા ઇનોવેટર ઉભા કરી ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો જેમાં કોટડા પ્રાથમિક શાળાના આ.શિક્ષક જીજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ ગણિત સામાજિક વિજ્ઞાન ના વિષયને અનુલક્ષીને વિશ્વનાદેશ પ્રદેશ ના ચલણી નાણું સિક્કાવિશે નવતર પ્રયોગ રજૂ કર્યો હતો જેમાં અગિયાર હજાર જેટલા બાળકોએ માહિતી મેળવી હતી
જીસીઆરટી ગાંધીનગર ન્યારા એનર્જી લિમિટેડ પ્રેરિત દાહોદ ડાયટ આયોજિત જિલ્લાકક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલમાં કોટડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક જિજ્ઞેશકુમાર ભીખુભાઈ પટેલે જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગર ટ્રસ્ટી પ્રમોદરાય એમ દેસાઈ પાસેથી પ્રેરણા મેળવી પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ એક સાથે સાંકળીને બાળકો માટે અથાક પ્રયત્ન કરી ધોરણ 4 5 6 પર્યાવરણ ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વના ચલણી નાણાં વિશેના પાઠ પર વિદ્યાર્થીની વધુ ધ્યાન કેન્દ્રિત થાય અને વિદ્યાર્થી પોતાની કારકિર્દી માં ઉત્તરો ઉત્તર વધારો થાય તેને ધ્યાને લઇ દેશ વિદેશની ચલણી નોટો સિક્કા સહિતની અન્ય માહિતી પણ મહત્ત્વની છે
અંગ્રેજ શાસન દરમિયાન ના કાણાં પૈસા નવા પૈસા અડધા પૈસા એક આના થી લઈ દશઆના સુધી ભારતીય રૂપિયા નિ સરખામણી દેશ પરદેશના સિક્કા સાથે કરી બતાવી તેમજ 55 દેશનું ચલણ નવતર પ્રયોગમાં રજૂ કરી હતું જેમાં અગિયાર હજાર જેટલા બાળકોએ આનો લાભ લીધો હતો