કોટન યાર્ન અને ફિનીશ્ડ ફેબ્રિક બનાવતી કંપની “લે મેરિટ”નો IPO 25 એપ્રિલે ખુલશે
અમદાવાદ, લે મેરિટ એક્સપોર્ટ્સ લિમીટેડ કોટન યાર્ન, ગ્રેઇગ ફેબ્રિક અને ફિનીશ્ડ ફેબ્રિક જેવી ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને ટ્રેડિંગ સાથે સંકળાયેલી છે. કંપની ત્રણ વર્ટીકલ્સ મારફતે પોતાનો કારોબાર હાથ ધરે છે, જેમાં યાર્નના ઉત્પાદન, યાર્નના ટ્રેડિંગ અને ગ્રેઇડ અને ફિનીશ્ડ ફેબ્રિકના ટ્રેડિંગના સમાવેશ થાય છે.
કંપની પ્રોડક્ટ્સની બહોળી કક્ષા ઓફર કરે છે જેમાં કોટન ફેબ્રિક, ટોવેલ એન્ડ બેડ શીટ ફેબ્રિક, પોલીયેસ્ટર અને વિસ્કોસ મટીરિયલ, એપારેલ ફેબ્રિક, ડાઇડ યાર્ન વગેરેનો સમાવેશ થાય છે. કંપની બે પેટાકંપની ધરાવે છે જેનું નામ લે મેરિટે ફિલામેન્ટ પ્રાયવેટ લિમીટેડ અને લે મેરિટે સ્પીનીંગ પ્રાયવેટ લિમીટેડ છે.
કંપની નાણાકીય અને ક્ષમતાની મર્યાદાઓ ધરાવતી કોટન યાર્ન ઉત્પાદક કંપનીઓ સાથે લાંબા ગાળાની લીઝમાં પ્રવેશવાના વિકલ્પોનું મૂલ્યાંકન કરીને અને ક્ષમતાના નિર્માણ અને સુવિધાના આધુનિકીકરણ દ્વારા તેમાં રોકાણ કરીને માંગમાં આવા અંદાજિત વધારાને પહોંચી વળવા કામગીરીની માત્રામાં વધારો કરવાનુ વિચારી રહી છે અને આ સુવિધાઓના સંચાલનમાં કુશળતા પણ પ્રદાન કરશે. તે આગામી વર્ષોમાં પોલિએસ્ટર ઉત્પાદન સુવિધામાં તકોનું મૂલ્યાંકન પણ કરશે.
લેડ મેરિટેએ કોટન યાર્ન પ્રોડક્ટ વર્ટિકલ હેઠળ ઓર્ગેનિક યાર્નનો વ્યવસાય પણ શરૂ કર્યો છે અને બ્રાન્ડ્સ અને ગ્રાહકો તરફથી ઓર્ગેનિક યાર્નની માંગમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને અને પર્યાવરણીય ફાયદાઓને ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક યાર્નનું ઉત્પાદન શરૂ કર્યું છે.
તે આગામી વર્ષોમાં ઓર્ગેનિક યાર્નના વ્યવસાયને નોંધપાત્ર ક્ષમતા સુધી વધારવાની યોજના ધરાવે છે અને તે રીતે તેના કોટન યાર્નના વ્યવસાયના વર્ટિકલને વિસ્તારશે. કંપની નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં મિલો અને સમાન નોન-કેપેક્સ પદ્ધતિઓ દ્વારા તેના કોટન યાર્નનું ઉત્પાદન બમણું કરવાનો પ્રયાસ કરે છે.
કંપની અભિષેક લાથ અને ઉમાશંકર લાથ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે. વધારાની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તેની જરૂરિયાતને ભાગરૂપે ધિરાણ પૂરુ પાડવા કંપની રૂ.10નો એક એવા રૂ. 75ની નિશ્ચિત કિંમતે 6400000 ઇક્વિટી શેરની IPO (પ્રારંભિક જાહેર ઓફર) સાથે આવી રહી છે
જેના દ્વારા તે કુલ રૂ.48 કરોડ એકત્રિત કરશે. ભરણા માટે ઇસ્યુ 25 એપ્રિલ, 2022ના રોજ ખુલશે અને 28 એપ્રિલ, 2022ના રોજ બંધ થશે. તેમાં 1600 શેર માટે લઘુત્તમ અરજી કરવાની રહેશે અને ત્યાર બાદ તેના ગુણાંકમાં અરજી કરી શકાશે. ઇસ્યુ બાદ કંપની ભરપાઇ થયેલી મૂડીમાં 27.62%નો હિસ્સો ધરાવે છે.
ફાળવણી પછી શેર NSE SME ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટીંગ થશે. આ ઈસ્યુનું સંચાલન ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રા. લિ. દ્વારા કરવામાં આવે છે અને બિગશેર સર્વિસીસ પ્રા. લિમિટેડ આ ઇસ્યુના રજિસ્ટ્રાર છે.