કોટવિસ્તારમાં મસાલા-તમાકુના બેરોકટોક થઈ રહેલા વેચાણ : વીડિયો વાયરલ થયા
અમદાવાદ શહેરમાં 25 માર્ચ થી lockdown નો અમલ થઈ રહ્યો છે આવશ્યક ચીજવસ્તુ શિવાય તમામ વેપાર-ધંધા બંધ છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે લોકડાઉન પહેલા જ પાન ગલ્લા બંધ કરાવ્યા હતા તેમજ હાલમાં પણ કોઈપણ સ્થળે પાન માવા તમાકુનું વેચાણ ન થાય તેના માટે તકેદારી રાખવામાં આવી રહી છે તેમ છતાં lockdown ના નિયમોના કેટલાક સ્થળે સરેઆમ લીરા ઉડી રહ્યા છે કોટ વિસ્તારમાં જ બે જગ્યાએ પાન માવા ની પાટડી ખુલ્લેઆમ ચાલી રહી હોવાની વિડિયો વાયરલ થઈ છે ચોંકાવનારી બાબત એ છે કે જે સ્થળે દુકાનો ચાલી રહી છે તેનાથી સ્થાનિક પોલીસ સ્ટેશન માત્ર ૫૦૦ મીટરના અંતરે આવેલા છે.
અમદાવાદ શહેરમાં lockdown ના ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગ દિવસ રાત ફરજ બજાવે છે તેમ છતાં કેટલાક લોકો lockdown ને પણ ઘોળી ને પી ગયા હોય તેમ લાગે છે હાલમાં જ કાલુપુર વિસ્તારમાં આવેલ સોદાગરની પોળમાં પાન તમાકુ ના ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની વિડિયો વાઇરલ થઇ છે જે જગ્યાએ સોશિયલ distance અને લોકડાઉન ના લીરા ઉડાવી માવા તમાકુનું વેચાણ થઈ રહ્યા છે/
તેનાથી અડધા કિલોમીટરના અંતરે કાલુપુર પોલીસ સ્ટેશન આવ્યું છે તેવી જ રીતે થોડા દિવસ અગાઉ જામસાહેબની gali ભદ્ર વિસ્તારમાં પણ પણ તમાકુનું વેચાણ થઈ રહ્યું હોવાની વીડિયો વાયરલ થઈ હતી ચોકાવનારી બાબત એ છે કે એક પોલીસકર્મી પણ માવા -તમાકુ લેવા માટે લાઈનમાં ઉભેલા દેખાય છે જામસાહેબની ગલી કારંજ પોલીસ સ્ટેશન કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે આવેલ છે.