કોટામાં આઠ કલાકમાં નવ નવજાતોના મોત નિપજયાં
કોટા, રાજસ્થાનના કોટાના જેકેલોન હોસ્પિટલમાં બુધવાર રાત ૨ વાગ્યાથી ગુરૂવાર સવાર ૧૦.૩૦ કલાકની વચ્ચે માત્ર આઠ કલાકમાં નવ નવજાતોએ દમ તોડયો છે. આ તમામ નવજાત ચારથી પાંચ દિવસના હતાં. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બાળકોની હાલત ખરાબ થતા અમે મદદ માટે કગરતા હતાં પંતુ નાઇટ ડયુટી સ્ટાફ સુતો રહ્યો અને વારંવાર બોલાવવા પર પણ ડોકટરો આવ્યા નહીં અને ઉલ્ટું અમને ઠપકો આપ્યો હતો.
દરમિયાન ચિકિત્સા મંત્રી રધુ શર્માએ કહ્યું કે ત્રણ બાળકોને મૃત જ લાવવામાં આવ્યા હતાં ત્રણ બાળકોને જન્મજાત બીમારી હતી અને ત્રણ બાળકોના મોત ફેફસામાં દુધ જવાના કારણે થયા છે સીએમઓ અને હેલ્થ મંત્રીએ સમગ્ર મામલા પર રિપોર્ટ માંગ્યો છે અને સંભાગીય કમિશ્નર કે સી મીણા અને કલેકટર ઉજજવલ રાઠોડે હોસ્પિટલ પહોંચી તમામ વોર્ડનું નીરીક્ષણ કર્યું છે.
બંન્ને અધિકારીઓએ પ્રિંસિપલ ડો વિજય સરદાના એડમિશનલ પ્રિંસિપલ ડો રાકેશ શર્મા અધીક્ષક ડો એસ સી દુલારા એચઓડી ડો એ એલ બૈરવાની સાથે બેઠક કરી અને તમામ પાસાઓ ચર્ચા કરી જરૂરી નિર્દેશ આપ્યા હતાં. ચોંકાવનારી વાત એ છે કે આ હોસ્પિલમાં ગત વર્ષ ડિસેમ્બરમાં ૪૮ કલાકની અંદર ૧૦ નવજાતે દમ તોડયા હતાં અને સમગ્ર દેશમાં આ મોટી ચર્ચાનો મુદ્દો બન્યો હતાં.
કેન્દ્રથી લઇ રાજય સરકારના મંત્રીઓ અધિકારીઓ અને નિષ્ણાંતોની ટીમે નીરીક્ષણ કર્યું હતું આ તમામ મોતને લઇ હોસ્પિટલ પ્રબંધને શિશુ રોગ વિભાગના એચઓડીને વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર રાતનું તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું અહીં ૯૮ નવજાત ભરતી હતાં અને ૭૧ વોર્મર હતાં આવામાં લગભગ દરેક બાળકને વોર્મરની જરૂરત છે પરંતુ ઉપલબ્ધતા છતાં ૧૧ વોર્મર ખરાબ પડયા છે ગત વર્ષ પણ વોર્મની કમી જાહેર થ હતી ૧૦ ડિસેમ્બરે તમામ મોત વહેલી સવારે ભારે ઠંડીના સમયે જ થયા છે આ સમયે ૨૪ કલાકનું સૌથી ઓછું તાપમાન હોય છે.
અહીં નેબુલાઇઝર પણ ૫૬ની સંખ્યામાં આવ્યા હતાં પરંતુ ૨૦ ખરાબ છે ઇફયુજન પંપની સ્થિતિ પણ અલગ નથી ૮૯માંથી ૨૫ અનઉપયોગી છે. સાત બાળકો હોસ્પિટલમાં જ જન્મ્યા હતાં બે રેફર થયા હતાં તમામ બાળકો એકથી સાત દિવસના હતાં.HS