કોડિનારઃ ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીને તત્કાલ ફાંસી આપવા માંગ
ગીરસોમનાથ, ગીરના કોડીનારના જંત્રા ખડી ગામે ૪ દિવસ પહેલા ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી લાશ ફેંકી દેવા મામલે લોકો નો આક્રોશ વધી રહ્યો છે. અને આજે સમગ્ર મામલે કોડીનાર શહેરના સોમનાથ મંદિરથી સર્વે સમાજ દ્વારા રેલી યોજાય હતી.
કોડીનારમાં મોટી સંખ્યામાં આક્રોશ સાથે મૌન રેલી યોજાય હતી. જ્યાં આવેદન સ્વરૂપે મામલદારને આવેદન આપી આરોપી હત્યારાને ફાંસી આપવા માંગ કરાઇ હતી.
આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા તો મહિલાઓ પણ જાેડાય હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ રેલીમાં જાેડાયા હતા.
આ રેલીનો હેતુ આરોપીને તત્કાલ ધોરણે ફાંસીના માંચડે ચડાવવા માટે માંગ કરવામાં આવી હતી. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની સાથે આ રેલીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પણ જાેડાયા હતા. અને રેપ વિથ મર્ડર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે પીડિત પરિવારને મળી સાંતત્વના સાથે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે આ કેસ કઈ રીતે તપાસ થઈ રહી છે અને કેવી તપાસ થશે તે સમગ્ર મામલે પીડિત પરિવાર ને સમજ આપી હતી. ઉલ્લેખનીય છે કે ઘટનાના અમુક કલાકમાં જ આરોપીને ઝડપી પડાયો હતો. અને કોર્ટ આરોપીના ૬ દીવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ આ કેસમાં એસઆઇટીની રચના કરાઇ છે. પરંતુ સ્પેસયલ પીપી ની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે. અને આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ ખાત્રી આપવામાં આવી છે.HS3KP