Western Times News

Gujarati News

કોડીનારના છાછર ગામે પાણીની પાઇપલાઇનમાં અજગર  દેખાતા ફફડાટ

અમદાવાદ,  ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના છાછર ગામે ૧૪ ફૂટ લાંબો અજગર આવી ચડ્‌તાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. છાછર ગામે વાડી વિસ્તારમાં ૧૪ ફુટ લાંબા આ અજગરે ભૂંડને ગળી જઇ એક ખેડૂતના ખેતરમાં રહેલી પાણીની પાઇપલાઇનમાં આરામ ફરમાવ્યો હતો.

લોકો આટલા લાંબા અજગરને જાવા ટોળે વળ્યા હતા. જા કે, સ્થાનિક ગ્રામજનોએ અજગર અંગે વનવિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જા કે, અજગરે ગળી ગયેલા ભૂંડને બહાર કાઢ્યા બાદ ૫ાંચ કલાકની જહેમત બાદ સ્થાનિક વનવિભાગના કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. બાદમાં તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.