કોણ ક્યારે સાથે આવી જાય, કહી ન શકાય: મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે

મુંબઇ, મહારાષ્ટ્રમાં જ્યારથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બની છે ત્યારથી દરેક નેતાના વિવિધ નિવેદનો આવી રહ્યાં છે. એવામાં ઘણીવાર એવી પણ ચર્ચા ચાલી હતી કે ભાજપ અને શિવસેના ફરી ગઠબંધન કરી શકે છે.
નોંધનીય છે કે આ પહેલા ભાજપ અને શિવસેના ગઠબંધનવાળી સરકાર હતી.જાેકે આ વખતે વિધાનસભાની ચૂંટણી બાદ બન્ને વચ્ચે મુખ્યમંત્રી પદને લઇને વિવાદ સર્જાતા બન્ને પાર્ટીએ ગઠબંધન તોડી નાખ્યું હતું. ત્યારબાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહા વિકાસ અઘાડી નામનું નવું ગઠબંધન બનાવ્યું અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી.
હાલમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. શિવસેના સાથે સરકાર ચલાવી ચૂકેલ ભાજપ અત્યારે વિપક્ષમાં છે. બન્ને પાર્ટી વચ્ચે રાજકીય રીતે ભલે સંબંધો સારા ન હોય પરંતુ સમયે સમયે બન્ને પાર્ટીના નેતાઓ એવા નિવેદનો આપે છે જેને લઇને એવી અટકળો વહેતી થાય છે કે ફરી ગઠબંધન થઇ શકે છે. આ અટકળોને ફરી વેગ મળ્યો જ્યારે ઉદ્ઘવ ઠાકરેએ આ એક નિવેદન આપ્યું.
હકિકતમાં મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાવને પણ હાજર હતાં. સીએમ ઠાકરે અને કેન્દ્રીય મંત્રી દાવને એક જ મંચ પર હતાં.
સીએમ ઠાકરેએ પોતાના સંબંધોની શરૂઆત કરતાં કહ્યું કે, મંચ પર ઉપસ્થિતિ અમારા હાલના અને જૂના સહયોગી અને કેન્દ્રીય મંત્રી દાવને તરફ જાેઇને કહ્યું કે આ અમારા જૂના સાથી છે અને કોણ કોની સાથે ક્યારે આવી જાય તે કહી ન શકાય.
તો બીજી તરફ શિવસેનાના સમર્થનથી મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સરકાર ચલાવનારા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘવ ઠાકરેના નિવેદન પર કહ્યું કે જાે તેઓ ગઠબંધનના સહયોગીથી છૂટકારો મેળવવા માગતા હોય તો તે તેમની સારી ફિલિંગ છે. આ સરકારના નામે ઘણા ભ્રષ્ટાચાર છે. તેમણે કહ્યું કે, અમે વિપક્ષ તરીકે તેના વિરોધમાં અવાજ ઉઠાવતા રહીશું. તેમણે કહ્યું કે બધું જ શક્ય છે.HS