Western Times News

Gujarati News

કોણ છે મેજર રાધિકા સેન, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી

કોંગોમાં ૩૦ સૈનિકોની ટીમનું નેતૃત્વ કર્યું હતું

મેજર રાધિકાનું કાર્ય મુખ્યત્વે લોકો સાથે વાત કરવાનું, વિસ્થાપિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ અને સંઘર્ષ ક્ષેત્રની મહિલાઓ, છોકરીઓ અને બાળકોનો અવાજ ઉઠાવવાનું હતું

નવી દિલ્હી,ભારતીય સેનાના મેજર રાધિકા સેનનું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તેણીને ૨૦૨૩ માટે ‘યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપનારાઓને આ સન્માન આપવામાં આવે છે.મેજર રાધિકા સેન માર્ચ ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૪ સુધી મોનુસ્કો (કોંગો) માં પોસ્ટ કરવામાં આવી હતી.

અહીં તે ઈન્ડિયન રેપિડલી ડિપ્લોયમેન્ટ બટાલિયનની ટીમ કમાન્ડર હતી. તેણીએ ૨૦ મહિલા સૈનિકો અને ૧૦ પુરૂષ સૈનિકોની ટીમનું નેતૃત્વ કર્યું. તેમનું કાર્ય મુખ્યત્વે લોકો સાથે વાત કરવાનું, વિસ્થાપિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ અને સંઘર્ષના ક્ષેત્રમાં મહિલાઓ અને બાળકોનો અવાજ ઉઠાવવાનું હતું.તેમના નેતૃત્વ હેઠળ, ટીમે મહિલા આરોગ્ય, શિક્ષણ, બાળ સંભાળ, લિંગ સમાનતા અને રોજગાર જેવા વિષયો પર શૈક્ષણિક સત્રો યોજ્યા.મેજર રાધિકા સેને આ એવોર્ડ તેમની ટીમને, ખાસ કરીને મેજર સૌમ્ય સિંહને સમર્પિત કર્યાે. તેમણે કોંગોમાં સેવા આપવા માટે આપવામાં આવેલ વિશ્વાસ અને તક માટે ભારતીય સેનાની પ્રશંસા કરી.

આ ઉપરાંત તેણે તેના માતા-પિતાનો પણ આભાર માન્યો હતો.મેજર રાધિકા સેન હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાના શહેર સુંદર નગરની રહેવાસી છે. તેના માતા-પિતા બંને નિવૃત્ત સરકારી શિક્ષકો છે. તેની નાની બહેન એનેસ્થેસિયામાં એમડી કરી રહી છે. સુંદર નગરમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મેજર સેન ઉચ્ચ શિક્ષણ મેળવવા ચંદીગઢ ગયા. તેની પાસે બાયોટેકનોલોજીમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. ભારતીય સેનામાં જોડાતા પહેલા તે ૈંં્‌ મુંબઈમાંથી સ્.્‌ીષ્ઠર કરી રહી હતી.મેજર રાધિકા સેનને ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં તેમની કારકિર્દી દરમિયાન, મેજર રાધિકા સેન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર સિક્કિમમાં પોસ્ટ કરવામાં આવી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.