Western Times News

Gujarati News

કોણ બનશે ૫૯ વર્ષના સલમાન ખાનની દુલ્હનિયા ?

પિતા સલીમ ખાને કર્યાે ખુલાસો

ફેન્સ તો સલમાન ખાન સાથે લગ્ન કરીને અમિષા પટેલને સુંદર બાળકો પેદા કરવાની સલાહ પણ આપી રહ્યા છે

મુંબઈ,
બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ગણતરી દુનિયાના મોસ્ટ એલિજેબલ બેચલર તરીકે કરવામાં આવે છે અને હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ સિકંદરને કારણે ચર્ચામાં રહે છે. ટાઈટ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાન ફિલ્મના અંતિમ તબક્કાનું શૂટિંગ કરી રહ્યો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સલમાન ખાનના લગ્નને લઈને પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે.ફેન્સ પણ ઈચ્છે છે કે ૫૯ વર્ષીય સલમાન ખાન પોતાનું ઘર વસાવી લે અને હવે સલમાનના પિતા સલીમ ખાને પણ આ બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યાે છે. આવો જોઈએ શું આ ખુલાસો અને કોણ બનશે સલમાનની દુલ્હનિયાપસોશિયલ મીડિયા પર ફેન્સ સલમાન ખાનને તેની દુલ્હનિયા માટે સૂચનો પણ આપી રહ્યા છે.

કેટલાક લોકો તેને કહોના પ્યાર હૈ અને ગદર જેવી ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ અમિષા પટેલ સાથે લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે. ફેન્સ તો સલમાન ખાન સાથે લગ્ન કરીને અમિષા પટેલને સુંદર બાળકો પેદા કરવાની સલાહ પણ આપી રહ્યા છે.આ સિવાય વચ્ચે ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે સલમાન ખાનનું નામ જોડાયું હતું. સાનિયાએ પણ કોફી વિથ કરણમાં કહ્યું હતું કે તે સલમાન ખાનની ફિલ્મમાં હિરોઈન બનવા માંગે છે, કારણ કે તને સલમાન માટે પ્રેમ છે. વચ્ચે જ એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે સલમાન ખાન અને સાનિયા મિર્ઝા ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બાદમાં એ આ એક અફવા હોવાનું જ જાણવા મળ્યું હતું.સલમાન ખાન સાથે લૂલિયા વંતૂરનું નામ પણ જોડવામાં આવી રહ્યું છે. લૂલિયા એક રોમાનિયન ટેલિવિઝ હોસ્ટ, મોડલ, એક્ટ્રેસ અને સિંગર છે.

લૂલિયા પણ સલમાનના પરિવાર સાથે અવારનવાર જોવા મળતી હોય છે એવામાં ફેન્સ ઈચ્છે છે લૂલિયા અને સલમાન જેમ બને એમ લગ્ન કરી લે.આ બધા વચ્ચે થોડાક દિવસ પહેલાં જ સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સલમાન એક સારો અભિનેતા હોવાની સાથે સાથે જ એક એક સારો માણસ પણ છે. પરંતુ અમુક કારણોસર ૫૯ વર્ષનો થવા છતાં સલમાનના લગ્ન નથી થયા. સલમાન કોઈ પણ છોકરીમાં પોતાની માતાને શોધવા લાગે છે.આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે સલમાન પોતાના માટે એક એવી લાઈફ પાર્ટનર શોધે છે જે તેની માની જેમ ઘર-પરિવારને સંભાળે. પરંતુ આજના સમયમાં તો એ શક્ય નથી. આજની એક્ટ્રેસ ઈન્ડિપેન્ડન્ટ છે. તે પોતે કમાવે છે, સ્વતંત્ર વિચારો ધરાવે છે અને ઘર-પરિવાર માટે કરિયર ત્યાગી દેનારી છોકરી આજના સમયમાં મળવું શક્ય નથી. આ જ કારણ છે કે સલમાનના લગ્ન થાય એવું મને લાગતું નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.