Western Times News

Gujarati News

કોને એલીવેટર ઇન્ડિયાને ગ્રેટ પ્લેટ ટૂ વર્ક ઇન્સ્ટિટ્યૂટ® દ્વારા કામ કરવા માટે બેસ્ટ કંપનીઓ પૈકીની એક કંપની તરીકે સર્ટિફિકેટ મળ્યું

– આંતરરાષ્ટ્રીય સ્તરે એમ્પ્લોયર બ્રાન્ડ રેકગ્નિશનમાં ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’
– દર વર્ષે 60થી વધારે દેશોમાંથી 10,000 કંપનીઓ મૂલ્યાંકન માટે ગ્રેટ પ્લેસ ટૂ વર્ક® સાથે પાર્ટનરશિપ કરે છે
નવી દિલ્હી, કોને કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોને એલીવેટર ઇન્ડિયાને એ જાહેર કરવાનો ગર્વ થાય છે કે, એને પ્રતિષ્ઠિત ગ્રેટ પ્લેસ ટૂ વર્ક ઇન્સ્ટિટ્યૂટ® દ્વારા ગ્રેટ પ્લેસ ટૂ વર્ક તરીકે સર્ટિફિકેટ મળ્યું છે. આ સર્ટિફિકેટ દેશમાં શ્રેષ્ઠ કાર્યસ્થળોનું સન્માન કરે છે, જેણે એના કર્મચારીઓ માટે અતિ વિશ્વસનિય અને અતિ કાર્યદક્ષ કાર્યસંસ્કૃતિ પૂરી પાડી છે.

ઇન્સ્ટિટ્યૂટની પદ્ધતિ કડક અને તટસ્થ છે તથા તમામ વ્યવસાયો, એકેડેમિયા અને સરકારી કંપનીઓમાં ગ્રેટ વર્કપ્લેસીસ નક્કી કરવા માટે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ ગણાય છે. દર વર્ષે 60થી વધારે દેશોમાંથી 10,000થી વધારે કંપનીઓ તેમના વર્કપ્લેસ કલ્ચરને મજબૂત કરવા મૂલ્યાંકન માટે, બેન્ચમાર્કિંગ માટે અને આયોજિત કામગીરી માટે ગ્રેટ પ્લેટ ટૂ વર્ક® સાથે પાર્ટનરશિપ કરે છે.

આ સર્ટિફિકેશન કોને એલીવેટર ઇન્ડિયાની શ્રેષ્ઠ કાર્યસંસ્કૃતિ વિકસાવવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જેણે ટીમને ગુણવત્તા અને કાર્યદક્ષતાના સર્વોચ્ચ ધારાધોરણો સ્થાપિત કરવા પ્રેરણા આપી છે.

કોને એલીવેટર ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર અમિત ગોસ્સૈને કહ્યું હતું કે, “ગ્રેટ પ્લેસ ટૂ વર્ક ઇન્સ્ટિટ્યૂટ® પાસેથી કોનેને આ પ્રથમ સર્ટિફિકેટ મળ્યું છે. શ્રેષ્ઠ એમ્પ્લોયર તરીકે માન્યતા મળવી અમારા માટે ગર્વની ક્ષણ છે તથા આ સર્ટિફિકેટ અમારા કર્મચારીઓ અને તેમની વૃદ્ધિની આકાંક્ષા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે. કોનેમાં અમે સંસ્થાગત મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કરતા નથી તેમજ વિશ્વાસ અને પારસ્પરિક સન્માન પર નિર્મિત સહયોગની કાર્યશૈલીને વિકસાવવા હંમેશા પ્રયાસ કરીએ છીએ, જે છેવટે એક ઉદ્દેશ માટે કર્મચારીઓને ખભેખભો મિલાવીને કામ કરવા પ્રેરિત કરશે.”

કોનો એલીવેટર ઇન્ડિયાના એચઆર અને સીએસઆરના ડાયરેક્ટર એમ પી સર્વાનને કહ્યું હતું કે, “કોનો એલીવેટર ઇન્ડિયામાં અમે માનીએ છીએ કે અમારી સફળતા અમારા કર્મચારીઓને આભારી છે અને અમે વ્યાવસાયિક અને વ્યક્તિગત વૃદ્ધિ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં રોકાણ કર્યું છે. અમે સર્વસમાવેશક કામગીરી માટે વાતાવરણ ઊભું કર્યું છે, જેમાં તમામ કર્મચારીઓ પ્રગતિની સમાન તક ધરાવે છે. અમે આ સર્ટિફિકેટને શક્ય બનાવવા માટે અમારા કર્મચારીઓનો આભાર માનીએ છીએ.”

ગ્રેટ પ્લેસ ટૂ વર્ક® સર્ટિફિકેશન દુનિયાભરમાં કોઈ પણ કંપની માટે સૌથી વધુ પ્રતિષ્ઠિત સફળતાઓ પૈકીની એક છે. સહભાગી કંપનીઓનું મૂલ્યાંકન બે માપદંડો પર થાય છે અને આ માપદંડો પૂર્ણ થતા 1 વર્ષ માટે કંપનીઓને ગ્રેટ પ્લેટ ટૂ વર્કનું સર્ટિફિકેટ આપવામાં આવશે. આ બે માપદંડો છે – ટ્રસ્ટ ઇન્ડેક્સ© અને કલ્ચર ઓડિટ©.ઇન્સ્ટિટ્યૂટ ધ્યાનમાં લે છે કે, જે કંપની ટ્રસ્ટ ઇન્ડેક્સ© અને કલ્ચર ઓડિટ©ના માપદંડો પૂર્ણ કર્યા છે એ તમામ માટે ગ્રેટ પ્લેટ ટૂ વર્ક® છે કે નહીં.

કોને એલીવેટર ઇન્ડિયા કર્મચારીના અનુભવ પર કેન્દ્રિત છે, કારણ કે આ અનુભવ કોનેના મૂલ્યો, કાર્યસંસ્કૃતિ અને જોડાણના પાયા પર નિર્મિત છે. કંપની હાલના અને ભવિષ્યના લીડરના વિકાસને સુનિશ્ચિત કરવા વ્યાવસાયિક કૌશલ્યની વિસ્તૃત રેન્જને આવરી લેવા કેટલીક શીખવાની તકો ધરાવે છે. કોને એલીવેટર ઇન્ડિયાએ તમામ સ્તરે અને ભૂમિકાએ પ્રગતિશીલ નીતિઓ, પ્રેક્ટિસ અને ફાયદા, વ્યાવસાયિક વિકાસ અને વેલ-બીઇંગ પ્રોગ્રામ દ્વારા એની કાર્યશૈલીમાં વિવિધતા અને સર્વસમાવેશકતા સ્વાભાવિક રીતે સામેલ કર્યા છે. મહિલાઓ માટે સ્થાયી કારકિર્દીનું નિર્માણ કરવા એના પ્રદાનને બિરદાવવા માટે AVTAR ગ્રૂપ એન્ડ વર્કિંગ મધર મીડિયાએ સતત ચોથી વાર કોને એલીવેટર ઇન્ડિયાને 100 બેસ્ટ કંપનીઝ ફોર વિમેન ઇન ઇન્ડિયા (બીસીડબલ્યુઆઈ) 2019 તરીકે એવોર્ડ આપ્યો છે.

આ કસોટીના સમયગાળા દરમિયાન જ્યારે આખી દુનિયા કોવિડ-19 રોગચાળાની મુશ્કેલીઓ સામનો કરે છે, ત્યારે કોનેએ હોમ શીડ્યુલથી અસરકારક રીતે કામગીરી કરી છે તથા આ તબક્કામાં કોનો ઇ-લર્નિંગ પ્લેટફોર્મ અને વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા સુખાકારી અને તણાવનાં વ્યવસ્થાપન પર વિવિધ એક્ટિવિટી અને અભ્યાસક્રમો સાથે આ તબક્કામાંથી પસાર થવા મદદ કરવા કર્મચારીઓને જોડેલા રાખ્યા છે અને તેમને પ્રેરિત રાખ્યાં છે. જ્યારે ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, ત્યારે સુપરહીરો કોને ટેકનિશિયનો હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં કંપનીની તમામ એલીવેટર અસરકારક રીતે કાર્યરત રહે એ સુનિશ્ચિત કરવા સતત કામ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.