કોન્ટ્રાક્ટરે મજૂરીના પૈસાના બદલે મારી નાખવાની ધમકી આપી
અમદાવાદ: કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોના કામધંધા ઉપર ભારે અસર પહોંચી છે. લોકોના કામધંધા બંધ થતાં લોકો આત્મહત્યા જેવું પગલું ભરતી હોવાની છાસવારે ઘટનાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વેપારીઓ અને કોન્ટ્રાક્ટરોની મનમાનીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા અને પલ્મ્બિંગનું કામ કરતા પંજાબ સિંગએ તેમના કોન્ટ્રાકટર પાસેથી લેણાં ૪૦ હજાર રૂપિયા ના આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના શાહીબાગમાં દફનાળા રોડ પર રહેતા ગોપાલજીની ચાલીમાં રહેતા રોહિત બગેલ એ પોલીસ ફરિયાદ આપેલ છે કે તેના પિતા પલ્મ્બિંગ કામ કરીને ગુજરાન ચલાવે છે. છેલ્લા બે વર્ષથી વિકાસ ભાઈ કે જેમનો કોન્ટ્રાક્ટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ત્યાં કામ કરતા હતા. પંજાબ સિંગને વિકાસ પાસેથી મજૂરી ના રૂપિયા ૪૦ હજાર બાકી નાં લેણાં નીકળતા હતા. જે રૂપિયા વિકાસ આપતો ના હોવાથી તેમણે મજૂરી કામે જવાનું બંધ કરી દીધું હતું.
અનેક વખત માંગણી કર્યા બાદ પણ રૂપિયા ના આપતા પંજાબ સિંગ એ લેખિત માં અરજી પણ આપી હતી. તે સમયે વિકાસ એ ૧૦ દિવસમાં રૂપિયા આપી દેવાની બાંયધરી આપી હતી. જો કે આજે સવારે રૂપિયાની તાતી જરૂરિયાત હોવાથી પંજાબ સિંગએ વિકાસને ફોન કર્યો હતો. જેમાં ભોગ બનનાર એ રૂપિયા માટે આજીજી કરતા વિકાસ એ ફોન કટ કરી દીધો હતો. બાદ માં પંજાબસિંગ નર્વસ થઈ ગયા હતા.
અને તેના પુત્ર તેમજ પત્ની ને કહ્યું હતું કે વિકાસ એ પૈસા આપવાની ના પાડી છે અને ધમકી આપી છે કે હવે પછી પૈસા માંગીશ તો જાન થી મારી નાંખીશ અને તારા પરિવાર ને તબાદ કરી નાંખીશ. ત્યારબાદ પંજાબ સિંગ તેમના મકાનના ઉપરના માળે ગયા હતા. અને થોડી વારમાં નીચે આવીને ઉલ્ટી કરીને પડી ગયા હતા. જેથી તેમના પુત્રે કારણ પૂછતા કહ્યું હતું કે રૂપિયાની જરૂરિયાત હોવા છતાં વિકાસે પૈસા ના આપતા અને ધમકી આપતા તેમણે વંદા મારવાનો ચોક ખાઈ ગયા છે.