કોન્ટ્રાક્ટર ઉદ્યોગ 2022 સુધીમાં 7.5 કરોડ લોકોને રોજગારી આપશે
કોન્ટ્રાક્ટર સેના દળ વિના રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી,
વિકાસશીલ દેશોની હરોળમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે : અરવિંદ પટેલ
અમદાવાદ દેશમાં નોકરી, રોજગાર અને આર્થિક વિકાસમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગનો સિહંફાળો રહ્યો છે. કોન્ટ્રાક્ટર્સના સાથ વિના રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. કોન્ટ્રાક્ટર્સ એ દેશના આર્થિક વિકાસમાં કરોડરજ્જુ છે.
વિકાસમાં પ્રગતિની સીડીને સર કરી રહ્યો છે, તે જોતાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ માટે પણ બહુ વિપુલ રોજગારીની તકો રહેલી છે. આગામી 2022 સુધીમાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ દેશમાં 7.5 કરોડથી વધુ લોકોને નોકરી અને રોજગારી પૂરી પાડશે, એમ ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના ચેરમેન કિરણ કે. કપીલાએ જણાવ્યું હતું.
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આજે શહેરના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે વાઈબ્રન્ટ સમિટ મશીનરી એપ્લાયન્સીસ અને એવોર્ડ સમારંભનો ભવ્ય પ્રારંભ થયો હતો.
જે ઈન્ડસ્ટ્રીઝ સહિતના અનેક મહાનુભાવો-નિષ્ણાતો, સ્પીકર તેમજ 2000થી વધારે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના મેમ્બરો હાજર રહ્યા હતાં. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્સન સેન્ટર ખાતે આજથી આરંભાયેલી આ સમિટને અને મશિનરી એક્સપોને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન શ્રી એસ એસ રાઠોરએ ખુલ્લી મુકી હતી.
આ પ્રસંગે કિરણ કે. કપીલાએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ રાષ્ટ્ર નિર્માણ માટે રોડ, બિલ્ડિંગ, રેલ્વે, એરપોર્ટ, વોટર બોર્ડ, પાવર પ્લાન્ટ, હાઉસિંગ, શાળા-કોલેજો, હોસ્પિટલો, હાઉસિંગ, આર્મી કેન્ટોનમેન્ટ, નેવી ડોક સહિત કેપિટલ ક્ષેત્રે બહુપયોગી ફાળો આપે છે. દેશના આર્થિક વિકાસમાં જીડીપી રેટ વધારવામાં પણ કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગનો નોંધનીય ફાળો છે.
તેમણે વધુ ઉમેર્યું કે, કોઈપણ દેશના વિકાસનો માપદંડ અથવા તો પ્રમાણ તેના કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગના કામો અને પરિણામોના આધારે નક્કી થતા હોય છે. દેશના વિકાસમાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગનું બહુ મોટું મહત્વ છે. કોન્ટ્રાકટર્સ ઉદ્યોગમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પેમેન્ટ ચુકવણીમાં વિલંબને એક મોટો પડકાર છે.
કિરણ કે. કપીલાએ જણાવ્યું કે, પેમેન્ટ વિલંબ માટે સિસ્ટમમાં કોઈ જવાબદાર અધિકારી કે ઓથોરિટી હોય તેની વિરુધ્ધ દંડનીય કાર્યવાહી સહિતના પગલા લેવાવા જોઈએ અને તે માટેની નક્કર નીતિ જરૂરી છે. તેનાથી ભ્રષ્ટાચારના દુષણને ડામવામાં મદદ મળશે. તેમણે ક્વોલિટી વર્ક કરવા કોન્ટ્રાક્ટર્સને અપીલ કરી હતી. કોન્ટ્રાક્ટર્સને જણાવ્યું કે, તમારા હાલના પ્રોજેક્ટની ક્વોલિટીઓ હોલમાર્ક બનવી જોઈએ.
આ હોલમાર્ક તમારી ઓળખ માત્ર રાજ્ય કે દેશ જ નહી પરંતુ વૈશ્વિક કક્ષાએ બને.
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનાં ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન વાયબ્રન્ટ સમિટ, મશીનરીએક્સિબિશન અને એવોર્ડ 2019 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 2000 થી વધુ ડેલિગેટસ અને કુલ 5૦૦૦ થી વધુ કોન્ટ્રાક્ટર હાજર રહ્યા છે. 1959માં સ્થપાયેલું ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન બાંધકામને લગતા નાના મોટા પ્રશ્નો હલ કરવામાં પ્રયત્નશીલ છે.
સૌથી વધુ રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો ગુજરાતમાં છે. જેની સંખ્યા અંદાજે 8000 જેટલી છે. ભારતમાં કૃષિ ઉદ્યોગ પછી બાંધકામ ઉદ્યોગ બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ છે, જેનાથી દેશનાં 7,5 કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળે છે.
દરમિયાન ક્રેડાઈના ચેરમેન જક્ષય શાહએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં કોન્ટ્રાકટર્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિયલ એસ્ટેટ સેક્ટર સૌથી મહત્વનું યોગદાન પ્રદાન કરી રહ્યા છે અને તેના કારણે જ હવે દેશમાં કૃષિ ઉદ્યોગ કરતાં સૌથી વધુ રોજગારી આપવામાં સંયુક્ત રીતે કોન્ટ્રાકટર્સ ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ આગળ નિકળી ગયા છે, જે બહુ મહત્વની વાત કહી શકાય. ભારત હવે વિકાસશીલ રાષ્ટ્રની હરોળમાં જે પ્રકારની હરણફાળ ભરી રહ્યું છે.
તેમાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગનો સિંહફાળો રહ્યો છે. સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ થકી ગુજરાત કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ એક વૈશ્વિક ઓળખ ઉભી કરી ગુજરાત અને દેશનું ગૌરવ વિશ્વકક્ષાએ વધાર્યું છે. તેમણે કોન્ટ્રાકટર્સ ઉદ્યોગને સોશ્યલ મીડિયા સાથે અપડેડ કરવા અનુરોધ કર્યો હતો અને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપવા બદલ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિઅશેનને અભિનંદન પાઠવ્યા હતા.