Western Times News

Gujarati News

કોન્ટ્રાક્ટ પર સેનામાં સૈનિકોની ભરતી પ્રક્રિયાને લાગી શકે મંજૂરીની મહોર

સેનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા પર મંજૂરીની મહોર લાગી શકે છે-આ પ્રસ્તાવને ટૂર ઓફ ડ્યૂટીનું નામ આપવામાં આવ્યું

નવી દિલ્હી,  સૈન્ય બળોમાં જલદી જ એક નવી રીતે સૈનિકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઇ શકે છે. આ પ્રસ્તાવને ટૂર ઓફ ડ્યૂટીનું નામ આપવામાં આવ્યું છે. તેને ઓછા બજેટમાં યુવાનોને રોજગાર આપવાના ઇરાદે જલદી જ લોન્ચ કરવામાં આવશે. તેને લઇને લગભગ બે વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે.

આ અભિયાન હેઠળ ઓછા ખર્ચામાં એક નિશ્વિત ઓછા સમયના કરાર પર સૈન્ય બળોમાં અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરવામાં આવશે. તેના હેઠળ નોકરીનો સમય લગભગ ત્રણ વર્ષનો હોય શકે છે. તમને જણાવી દઇએ કે કોરોના મહામારીના કારણે ગત બે વર્ષોમાં સશસ્ત્ર દળોની ભરતીમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.

એક સત્તાવાર રેકોર્ડ અનુસાર હાલમાં સેના, વાયુસેના અને નૌસેનામાં ૧,૨૫,૩૬૪ પદ ખાલી છે. એવામાં ‘ટૂર ઓફ ડ્યૂટી’ હેઠળ થનાર ભરતીથી જ્યાં યુવાનોને નોકરી આપવામાં આવશે તો બીજી તરફ સરકારી ખર્ચમાં પણ ઘટાડો આવશે. ટોચના નેતૃત્વથી પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની આશા છે.

આ અઠવાડિયાથી રક્ષા મંત્રાલયમાં ‘ટૂર ઓફ ડ્યૂટી’ પર બ્રીફિંગ આપવામાં આવી છે. આ યોજનાને ૨૦૨૦ માં સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે દ્રારા લાવવામાં આવ્યો હતો. તાજેતરમાં સરકારના ટોચના સ્તરો પર તેના આકાર અને દાયરા પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

આ યોજનાની અંતિમ રૂપરેખા અત્યાર સુધી સામે આવી નથી. જાેકે આ ર્નિણયથી સશસ્ત્ર બળોમાં સ્થાઇ ભરતીની અવધારણામાં ફેરફારની આશા છે. નવી પ્રક્રિયામાં ત્રણ વર્ષના અંતમાં મોટાભાગના સૈનિકે ડ્યૂટી મુક્ત કરી દેવામાં આવશે. તેમને આગળથી રોજગારની તકો માટે સશસ્ત્ર બળોથી મદદ મળશે. તો બીજી તરફ ભરતી કરાયેલા શ્રેષ્ઠ યુવાનોને જાે જગ્યા હોય તો તેમની સેવા ચાલુ રાખવાની તક મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.