કોન્સ્ટેબલને બચાવવા જતા અમરેલીનાં એસપી તણાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/20210628_224802.jpg)
અમરેલી: જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે અને અન્ય પોલીસ કર્મીઓ સાથે ફરવા અને નહાવા માટે ગયા હતા.
રવિવારે જાેતજાેતમાં દરિયામાં એક પોલીસ કોન્સ્ટેબલ દરિયાના મોજામાં ડૂબી રહ્યા હતા તેમને બચાવવા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય તેમની પાછળ ગયા. જાેકે, બંને લોકો દરિયાનાં પાણીમાં ખૂંચતા જઇ રહ્યાં હતા. જાેકે, સ્થાનિકોની મદદથી બંનેને બહાર લવાયા હતા. નિર્લિપ્ત રાય દરિયાનું પાણી પી ગયા હતા
જેથી તેમને ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે સારવાર આપી હતી. જ્યારે પોલીસકર્મીને સારવાર માટે જાફરાબાદ દવાખાને ખસેડાયા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાનાં પોલીસ વડા નિર્લિપ્ત રાય પોતાના પરિવાર સાથે સરકેશ્વરનાં દરિયા કિનારે ગયા હતા. તેમની સાથે અન્ય કેટલાક પોલીસકર્મીઓ પણ હતા.
પોલીસ વડા અહીં બીચ પર દરિયાના પાણીમાં ન્હાવાની મઝા માણી રહ્યાં હતા. તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ન્હાવા ગયા હતા. તે દરમિયાન પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાનાં મોંજામાં તણાયા હતા.
જાેકે, અન્ય પોલીસ કર્મીઓ અને સ્થાનિકોની મદદથી ઘણી જહેમત બાદ બંનેને કાંઠે ખેંચીને લવાયા હતા. તે બંને દરિયાનું પાણી પી ગયા હતા જેથી તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.
જ્યાં ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે પોલીસ વડાને સારવાર આપી હતી અને અન્ય પોલીસ કર્મીને હૉસ્પિટલ ખસેડાયા છે. જાેકે, સમયસૂચકતાને કારણે મોટી દૂર્ઘટના થતી રહી ગઇ છે. નોંધનીય છે કે, નિર્લિપ્ત રાય ૨૦૧૦ બેચના આઈપીએસ બન્યા છે.
તે અગાઉ તેઓ આઈઆરએસ હતા. તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જાેડાયા બાદ તેઓ પ્રોબેશનમાં હિંમતનગર હતા. ત્યાર બાદ ક્રાઇમબ્રાંચ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે મુકાયા હતા. જ્યાંથી બઢતી મળતા નાયબ પોલીસ કમિશ્નર તરીકે ઝોન ૭માં મુકાયા હતા.
આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી થઇ હતી. નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો હતો. તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે પણ મુકાયા હતા