Western Times News

Gujarati News

કોન્સ્ટેબલે જાતે જ ગોળી મારી લઈ આત્મહત્યા કરી લીધી

Files Photo

રોહતક: હરિયાણાના રોહતક જિલ્લામાં એક હૃદય કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પોલીસ હેડ કોન્સ્ટેબલએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ મૃતક પોલીસ હેડ કોન્સ્ટેબલનો છેલ્લા ઘણા દિવસથી પોતાની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

મૃતક પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ સત્યેન્ર્‌ા મલિક છે અને તેમણે સુખપુરા ચોકની નજીક ઘરમાં આત્મહત્યા કરી દીધી. પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યેન્દ્ર મલિક હાલના સમયમાં પોલીસ લાઇનમાં જ તૈનાત હતા. આ પહેલા તેઓ એસડબ્લ્યુએટીની ટીમમાં તૈનાત હતા. પોલીસ હેડ કોન્ટેયેબલ સત્યેન્દ્ર મલિકે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી દીધી હોવાની જાણ થતાં સિટી પોલીસના કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યા અને શબની પાસેથી પિસ્તલ જપ્ત કરી દીધી છે.

સાથોસાથ મૃતકના પરિવારના સભ્યોને ઘટના અંગે જાણ કરી દીધી. શબને પીજીઆઈ લઈ જવામાં આવી છે. જ્યાં તેનું પંચનામું ભરીને શબગૃહમાં રાખી દેવામાં આવી છે.

આજે શબનું પરિજનોના નિવેદનોના આધાર પર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, હેડ કોન્સ્ટેબલ સત્યેન્દ્ર મલિકએ સોમવાર મોડી રાત્રે લગભગ સવા વાગ્યે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી દીધી છે. જોકે પોલીસનું કહેવું છે કે મામલા વિશે હાલમાં કંઈ પણ સ્પષ્ટ નથી થઈ રહ્યું.

સત્યેન્દ્ર મલિકની આત્મહત્યા કરવા પાછળનું કારણ પરિવારના સભ્યો આવ્યા બાદ જ જાણી શકાશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસને સત્યેન્દ્ર મલિકના મોબાઇલમાંથી પણ કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. હાલ પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પત્ની સાથે ચાલી રહેલા કંકાસથી કંટાળીને સત્યેન્દ્ર મલિકે પોતાની જાતને ગોળી મારી દીધી હોય એવું સામે આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.