કોપરથી ક્યુપ્રોફિક્સ – UPLનું ક્યુપ્રોફિક્સ ઉત્પાદન પથપ્રદર્શક “ડિસ્પર્સ્સ” ટેકનોલોજી સાથે બેક્ટેરિયા અને ફૂગના રોગોને નિયંત્રણમાં રાખે છે
મુંબઈ, કૃષિમાં કોપરનો ઉપયોગ ફરી શરૂ કરવાના ઉદ્દેશ સસ્ટેઇનેબ્લ કૃષિ ઉત્પાદનો અને સમાધાનોની આંતરરાષ્ટ્રીય પ્રદાતા UPL Ltd.એ પથપ્રદર્શક સમાધાન – ક્યુપ્રોફિક્સ પ્રસ્તુત કર્યું છે. આ ઉત્પાદન ફૂગનાશક મેન્કોઝેબ સાથે કોપરનો સમન્વય કેર છે. જે ફૂગ અને બેક્ટેરિયાના ઇન્ફેક્શનને નિયંત્રણમાં રાખવાની સાથે સલ્ફર, ઝિંક અને મેંગેનીઝ સાથે પ્લાન્ટને ટ્રીટમેન્ટ પ્રદાન કરીને રોગમાં સુધારાની પ્રક્રિયાને વેગ આપે છે.
કોપર અને એના મિશ્રણોનો ઉપયોગ ભારતમાં યુગોથી જાણીતો છે. સલ્ફર, કેલ્શિયમ કે જિપ્સમ સાથે કોપરના મિશ્રણો જમીનની ફળદ્રુપતા જાળવવા અને રોગનું નિયંત્રણ કરવા માટે કૃષિનો ભાગ છે. પૃથ્વીમાં કોપરના ધન આયોજન વનસ્પતિના ચોક્કસ અંતઃસ્ત્રાવો પેદા કરે છે,
જે રોગમાં સુધારાને વેગ આપવાની સાથે બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રણમાં કરીને ઇન્ફેક્શનને અટકાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ટૂંકમાં આ રોમાંચક ધાતુ ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ પેદા કરવાની ક્ષમતા ઉપરાંત કૃષિમાં વિવિધ ભૂમિકા ભજવે છે.
કોપરની ઉપયોગિતા ખેડૂતો માટે દુઃસ્વપ્ન બની ગઈ હતી, કારણ કે આ પાણીમાં ઓછી દ્રાવ્યતા, પાન પર ઓછો પ્રસાર, નોઝલ વારંવાર બંધ થઈ જવા અને સ્પ્રે ટેંકની અંદર જામી જવા જેવી સમસ્યાઓ ધરાવતી હતી. કોપર સાથેના છંટકાવથી ફળફળાદિ પર કોપર સ્પ્રેની નિશાની રહી જતી હતી,
જે ગ્રાહકો વચ્ચે એના ઉપભોગને ઘટાડતી હતી અને કોપરના અવશેષોમાં વધારો કરતી હતી. આ ધાતુની પ્રચૂર સંભાવના હોવા છતાં કોપરનો ઉપયોગ ભારતીય કૃષિમાં સ્થગિત થઈ ગયો હતો. હાલ કૃષિ ક્ષેત્રમાં વળાંકના સમયે UPLએ ઇનોવેશન કરીને ભારતીય ખેડૂતો માટે ક્યુપ્રોફિક્સ પ્રસ્તુત કર્યું છે.
ક્યુપ્રોફિક્સ કૃષિમાં કોપર જામી જવાની મુખ્ય સમસ્યાનું સમાધાન કરે છે અને ખેડૂતો માટે વાજબી ખર્ચનું માધ્યમ પ્રદાન કરે છે. ક્યુપ્રોફિક્સમાં “ડિસ્પર્સ્સ” નામની ફોર્મ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ સ્પ્રે ટેંકની કાર્યદક્ષતા વધારે છે અને એને ભારતીય કૃષિમાં ઉપયોગી પ્રથમ પ્રકારની ટેકનોલોજી બનાવે છે. પથપ્રદર્શક ટેકનોલોજી “ડિસ્પર્સ્સ”નો ઉપયોગ સાથે સ્પ્રે ટેંકનું ઢાંકણું સ્વચ્છ જળવાઈ રહે છે, સ્પ્રે એકસરખો રહે છે, સ્પ્રેની નિશાનીઓ રહેતી નથી અને રોગનું વધારે સારી અને એકસરખી રીતે નિયંત્રણ થાય છે.
UPLના ઇન્ડિયા રિજનના રિજનલ ડિરેક્ટર શ્રી આશિષ ડોભાલે કહ્યું હતું કે, “અમે UPLમાં અમારા મુખ્ય હિતધારકો ખેડૂતોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. ઇનોવેશન મારફતે અમારો ઉદ્દેશ ખેડૂતોને સસ્ટેઇનેબલ ઉત્પાદનો પ્રદાન કરવાનો છે, જે તેમની નાણાકીય સ્થિતિ સુધારવા ઇચ્છે છે. ક્યુપ્રોફિક્સ એની પથપ્રદર્શક ડિસ્પર્સ્સ ટેકનોલોજી સાથે વાજબી ખર્ચ અને રોગ નિયંત્રણની દ્રષ્ટિએ ઉદ્યોગ માટે ગેમચેન્જર બનશે.”
ક્યુપ્રોફિક્સ પર એસેટ મેનેજર શ્રી જોય તિલક દેબે ટિપ્પણી કરી હતી કે “UPLએ ક્યુપ્રોફિક્સ જેવા અદ્યતન ઇનોવેશન સાથે ભારતીય ખેડૂતો વચ્ચે કૃષિ રોગોના કુદરતી નિયંત્રણની આદતમાં ફરી પરિવર્તન કર્યું છે. છેલ્લાં બે વર્ષમાં વિવિધ પાક સેગમેન્ટમાં ક્યુપ્રોફિક્સ સાથે 870,000 એકરથી વધારે જમીનનું ટ્રીટમેન્ટ કરીને ખેડૂતો દ્વારા સ્વીકાર્યતાનું સ્તર વધવાથી અને તેમને કોપરમાં ફરી વિશ્વાસ મૂકતા જોઈને આનંદ થાય છે.”