Western Times News

Gujarati News

કોફી રંગની સાડી પહેરીને સિતારમને બજેટ રજૂ કર્યું

નવી દિલ્હી, બજેટ ૨૦૨૨ રજૂ કર્યા પહેલા નાણા મંત્રી ર્નિમલા સીતારામણ જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે શિષ્ટાચાર મુલાકાત કરવા પહોંચ્યા તો તેમણે કોફી કલરની સાડી પહેરી હતી. આ વખતે તેઓ પોતાનુ બજેટ ભાષણ આ રંગની સાડીમાં આપશે. પહેલાના બજેટમાં તેમણે કેવા પ્રકારનો લુક અપનાવ્યો હતો એ જાણવું વાચકો માટે રસપ્રદ બનશે. નાણા મંત્રી ર્નિમલા સીતારામણનુ આ ચોથુ બજેટ છે.

અગાઉ તેઓ ૩ બજેટ રજૂ કરી ચૂક્યા છે. આ વખતે ર્નિમલા સીતારામણની સાથે તેમના જૂના સાથી અનુરાગ ઠાકુર જાેવા મળશે નહીં, જે છેલ્લા ૩ બજેટમાં તેમની સાથે રહ્યા છે. તેનુ કારણ તેમને નાણા રાજ્યમંત્રીના સ્થાને હવે માહિતી પ્રસાર મંત્રાલયની કમાન આપી છે.

નાણા મંત્રી ર્નિમલા સીતારામણે ૨૦૧૯માં જ્યારે પોતાનુ પહેલુ બજેટ ભાષણ વાંચ્યુ ત્યારે તેમણે બેંગની રંગની સિલ્ક સાડીમાં સંસદ ભવન પહોંચ્યા હતા. તે દિવસે દેશના ઈતિહાસમાં એક નવો અધ્યાય જાેડાયો, કેમ કે દેશે ઈન્દિરા ગાંધીના ૧૯૭૦ ના બજેટ ભાષણ બાદ પહેલી વાર કોઈ મહિલા નાણા મંત્રીને બજેટ રજૂ કરતા જાેયા હતા.

નાણા મંત્રીનુ ૨૦૧૯નુ બજેટ ભાષણ વધુ એક મોટા પરંપરાગત પરિવર્તનનુ સાક્ષી રહ્યુ. તેના પહેલા દેશમાં જેટલા પણ નાણા મંત્રી રહ્યા, સૌ ચામડાના બ્રીફકેસમાં બજેટ દસ્તાવેજ લઈને સંસદ જતા હતા પરંતુ ર્નિમલા સીતારામણે આને ભારતીય રૂપ આપ્યુ અને તેઓ એક લાલ કાપડમાં બજેટ દસ્તાવેજને લપેટીને સંસદ પહોંચ્યા, જે ભારતીય વહીખાતાનુ જ રૂપ હતુ.

જે બાદ નાણા મંત્રી ર્નિમલા સીતારામણ ૨૦૨૦માં બજેટ ભાષણ વાંચવા સંસદ ભવન પહોંચ્યા, તો તેમણે પીળા રંગની સાડી પહેરી, તે વર્ષે ૨૯ જાન્યુઆરીએ વસંત પંચમી મનાવાઈ હતી અને બે દિવસ બાદ જ્યારે નાણા મંત્રીએ પીળા રંગની સાડીમાં બજેટ રજૂ કર્યુ તો સૌએ તેમના લુકના વખાણ કર્યા.

કોરોના કાળમાં નાણા મંત્રી ર્નિમલા સીતારામણે ૨૦૨૧નુ બજેટ ભાષણ વાંચ્યુ. તે દિવસે તેઓ લાલ બોર્ડરવાળી ઑફ વ્હાઈટ રંગની સાડીમાં સંસદ ભવન પહોંચ્યા. આ ભાષણ તેમના છેલ્લા બંને બજેટ ભાષણ કરતા નાનુ હતુ. આ દરમિયાન તેમણે ૧ કલાક ૪૯ મિનિટમાં બજેટ દસ્તાવેજને સંસદમાં રજૂ કર્યુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.