Western Times News

Gujarati News

કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરાયો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, નવા વર્ષ પર ઇન્ડિયન ઓઇલે લોકોને મોટી ભેટ આપી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે. જાેકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

જાેકે, લોકો માટે રાહતની વાત એ છે કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ માલિકોને રાહત મળી છે. જણાવી દઈએ કે ૧૦૦ રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૨૦૦૧ રૂપિયા થઈ ગઈ છે.

ત્યારે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૨૦૭૭ રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૧૯૫૧ રૂપિયા થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.