કોમામાં રહેલી મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપતા પરિવાર ખુશ

નવીદિલ્હી, કોરોના વાયરસે ગત વર્ષે દુનિયાભરમાં ભયંકર તબાહી મચાવી હતી. કરોડો લોકોએ પોતાના પરિજનો ખોયા છે. આ દરમિયાન પહેલાથી કોઈ અન્ય બિમારીનો સામનો કરી રહેલા લોકો અને પ્રેગ્નેટ મહિલા પણ ખૂબ પરેશાનીનો સામનો કરી રહી હતી.
ત્યારે આવા સમયે એવા પણ કેસ સામે આવ્યા છે, જેમાં પીડિત મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. પણ હવે તેનાથી પણ વધારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જાેઈએ તો, એક કોરોના પીડિત પ્રેગ્નેટ મહિલાએ કોમામાં જ બાળકને જન્મ આપ્યો છે.
અનવૈક્સીનેટેડ મહિલા પ્રેગ્નેંસી દરમિયાન કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. તેની હાલત એટલી બગડી ગઈ કે, તે કોમમાં જતી રહી. પણ જ્યારે તેને ભાન આવ્યુ અને ડોક્ટરે જણાવ્યુ કે, તેણે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે, તો તેને ખુશીનું ઠેકાણુ ન રહ્યું.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર યુકીને રહેવાસી કેલ્સી રાઉટ્સ ૨૮ અઠવાડીયાની ગર્ભવતી હતી, જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ આવી તે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તપાસ બાદ તેને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી. કેલ્સી ત્યારે પણ બેભાન હતી,
જ્યારે ડોક્ટરે એક ઈમરજન્સી સીઝેરિયન સેક્શન કરી તેની ડિલીવરી કરાવી હતી. કેલ્સીની ડેટથી ૧૨ અઠવાડીયા પહેલા જ ડિલીવરી કરાવી હતી. બાળકીના જન્મના ૭ દિવસ બાદ તે કોમાંમાંથી બહાર આવી. પોતાની બાળકીને જાેઈ તેને ખુશીનું કોઈ ઠેકાણુ નહોતું રહ્યુ. તેણે કહ્યુ કે, આ તો ગજબ થઈ ગયો.