કોમેડિયન કપિલ શર્માએ દીકરીની તસવીરો શેર કરી
મુંબઈ, ૨૬ સપ્ટેમ્બરના રોજ લોકોએ ડોટર્સ ડેની ઉજવણી કરી. તમામ સેલિબ્રિટીએ પોતાની દીકરીઓની તસવીરો શેર કરી અને તેમના વિષે ખાસ પોસ્ટ પણ કરી. કોમેડિયન કપિલ શર્માએ પણ ડોટર્સ ડેના અવસર પર પોતાની દીકરી અનાયરા શર્માની અત્યંત સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.
કપિલ શર્માએ શેર કરેલી આ તસવીરો વારલ થઈ રહી છે. તસવીરોમાં અનાયરાની ક્યુટનેસ અને સ્ટાઈલ જાેઈને ફેન્સ અને સેલેબ્સ ખુશ થઈ ગયા. અનાયરાએ લોકોનાં દિલ જીતી લીધા. કપિલ શર્માએ અનાયરાની ત્રણ તસવીરો શેર કરી છે અને ત્રણેયમાં તેનો અંદાજ જાેવાલાયક છે. પ્રથમ તસવીરમાં અનાયરા ટ્રેડિશનલ કપડા પહેરીને ઉભી છે.
આ તસવીરમાં તે ઘણી ક્યુટ લાગી રહી છે. બીજી તસવીરમાં સ્વિમિંગ પુલ પાસે ચશ્મા પહેરીને કૂલ અંદાજમાં ઉભી છે. આ તસવીરમાં નાનકડી અનાયરાનો સ્વેગ જાેવા મળી રહ્યો છે. ત્રીજી તસવીર પણ ઘણી સુંદર છે. કપિલ શર્માએ તસવીરો શેર કરીને લખ્યું કે, હેપ્પી ડોટર્સ ડે. દીકરીઓનો પ્રેમ એક આશીર્વાદ છે. કપિલ શર્માની આ પોસ્ટ પર માત્ર ફેન્સ જ નહીં, સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે.
ભારતી સિંહ, નેહા કક્કર, કરણવીર બોહરા, આહના કુમાર સહિત અનેક સેલેબ્સે અનાયરાના વખાણ કર્યા છે અને તેને આશિર્વાદ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કપિલ શર્માએ પોતાની કોલેજની મિત્ર ગિન્ની ચતરથ સાથે ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા.
૧૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અનાયરાનો જન્મ થયો હતો. ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ કપિલ અને ગિન્ની એક દીકરાના માતા-પિતા બન્યા. તેમણે પોતાના દીકરાનું નામ ત્રિશાન રાખ્યું છે.
થોડા સમય પહેલા કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર દીકરા ત્રિશાન અને અનાયરાની સાથે એક તસવીર શેર કરી હતી. તે સમયે પહેલીવાર કપિલના ફેન્સે તેના દીકરા ત્રિશાનને જાેયો હતો. ઉલ્લેખનીય છે કે કપિલ શર્માની ઘણી મોટી ફેન ફોલોવિંગ છે. કપિલ શર્માનો કોમેડી શૉ સુપરહિટ છે. મોટી સંખ્યામાં લોકો આ શૉ જુએ છે. કપિલ શર્માનું સ્ટારડમ કોઈ સ્ટારથી કમ નથી. કપિલ મુંબઈમાં લક્ઝુરિયસ લાઈફ જીવે છે.SSS