કોમેડિયન કપિલ શર્માને મુંબઇ ક્રાઇમ બ્રાંચનું સમન
મુંબઇ, કોમેડિયન કપિલ શમાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે સમન જારી કરી નિવેદન દાખલ કરવા માટે બોલાવ્યો છે. કપિલથી કાર ડિઝાઇનર દીલિપ છાબડિયાના કહેવાતા છેંતરપીડી અને દગાબાજીના મામલામાં પુછપરછ થવાની છે.હકીકતમાં કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબડિયાની વિરૂધ્ધ કહેવાતી છેંતરપીડી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી હવે તેમને સાક્ષીના રૂપમાં પોતાનું નિવેદન દાખલ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.
એ યાદ રહ કે વર્ષ ૨૮ ડિસેમ્બે ડીસી ડિઝાઇનના સંસ્થાપક અને જાણીતા કાર ડીઝાઇનર દિલીપ છાબડીયાની પોલીસે ધરપકડ કરી હતી છાબડીયા પર છેંતરપીડી અને જાલસાજીનો આરોપ છે તેમની વિરૂધ્ધ ૪૨૦, ૪૬૫ સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દિલીપ છાબડિયા ભારતની જાણીતા કાર ડિઝાઇનર માનવામાં આવે છે દિલીપે ભારતની પહેલી સ્પોટ્ર્સ કાર ડિઝાઇન કરી હતી તેણે અમિતાભ બચ્ચનથી લઇ શાહરૂખ ખાન સુધી અનેક ફિલ્મી હસ્તીઓની કાર ડિઝાઇન કરી છે કારથી જ તે સેલેબ્સની આલીશાન વેનિટી વેન પણ ડિઝાઇન કરે છે કપિલની પાસે પણ દિલીપ દવારા ડિઝાઇન કરેલ વેનટી વાન છે.HS