કોમેડિયન ભારતી સિંહ હાલ માતા બનવા માગતી નથી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Bharti_Singh.jpg)
મુંબઈ: કોમેડિયન ભારતી સિંહ જાેક્સ અને પંચથી લોકોને હસાવવા માટે જાણીતી છે, પરંતુ હાલમાં તે પોતાની માતાની કોવિડ-૧૯ સામેની લડાઈને યાદ કરીને રડી પડી હતી. ડાન્સિંગ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને ૩’નો લેટેસ્ટ એપિસોડમાં, ભારતી સિંહ પતિ હર્ષ લિંબાચિયા સાથે હોસ્ટિંગ કરતી જાેવા મળી હતી. આ દરમિયાન તેણે ભારતમાં કોવિડ-૧૯ની સ્થિતિ વિશે વાત કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં, ભારતી સિંહને તેના માતા કમલા સિંહ જ્યારે વાયરસથી સંક્રમિત થયા તેના વિશે વાત કરતી જાેઈ શકાય છે.
કોવિડ-૧૯એ ઘણા લોકોનો ભોગ લીધો હોવાની વાત કરતાં તેની આંખમાંથી દડદડ કરતાં આંસુ વહેવા લાગ્યા હતા. તેણે ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેના માતા હોસ્પિટલમાં રિકવર થઈ રહ્યા હતા, ત્યારે તેના પાડોશીનું વાયરસથી મૃત્યુ થયું હતું અને તેથી તેને ખૂબ ચિંતા થઈ હતી. ભારતીએ જણાવ્યું હતું કે, તેની માતાએ તેને કોલ કર્યો હતો અને સામેના બેડ પર રહેલા દર્દીનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. ભારતી સિંહે આ વિશે આગળ કહ્યું હતું કે, ‘આ કોરોના રડાવી રહ્યો છે, કેટલા લોકોનો જીવ લઈ રહ્યો છે. મારી પોતાની મમ્મીને કોરોના થઈ ગયો હતો.
મમ્મીનો ફોન આવતો હતો કે સામે એક અંકલની મોત થયું છે. મમ્મી રડતી હતી. મને એ ડર હતો કે મારે તો આવો ફોન નહીં આવે ને. કોરોનાએ લોકોને આ રીતે તોડી નાખ્યા છે. ભારતી સિંહે જણાવ્યું હતું કે, ‘અમે છેલ્લા કેટલાક સમયથી બેબી પ્લાન કરી રહ્યા છીએ, પરંતુ હવે આ સ્થિતિને જાેઈને મન નથી કરતું.
કોરોના વાયરસના કેસ જે રીતે વધ્યા છે તેને જાેઈને બેબી પ્લાનિંગનો વિચાર પડતો મૂક્યો છે. અમારે બાળક જાેઈએ છે, પરંતુ હું આ રીતે રડવા નથી માગતી. કોરોના વાયરસના કારણે ૧૪ દિવસના બાળકને ગુમાવનાર માતાની વ્યથાના રજૂ કરતું પર્ફોર્મન્સ કન્ટેસ્ટન્ટે આપ્યા બાદ ભારતીની આ પ્રતિક્રિયા સામે આવી હતી.