Western Times News

Gujarati News

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દાઉદ પર ટીપ્પણી બંધ કરવા ધમકી

લખનૌ, ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ રાજુ શ્રીવાસ્તવ અને તેમના સાથી રાષ્ટ્રીય હિન્દુ સેનાના સંરક્ષક અજીત સકસેનાને પાકિસ્તાનથી વ્હાટએપ કોલ દ્વારા ધમકી મળી છે. ફોન કરનારે રાજુ શ્રીવાસ્વને પાકિસ્તાન અને દાઉદ પર બોલવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ આ બંન્નેએ બર્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અજીત સકસેનાએ કહ્યું કે તેમના મોબાઇલ પર વ્હાટ્‌સએપ દ્વારા કોલ આવ્યો ફોન કરનારે કહ્યું કે વધુ હિન્દુત્વ વધી રહ્યું છે જે કરી રહ્યાં છો તે બંધ કરી દે મેં જયારે નંબર જાેયો તો તે પાકિસ્તાનનો હતો આથી મેં તાકિદે ફોન રાખી દીધો ને બીજીવાર ફોન કરી મને ગાળો આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે જાે તમારી પ્રવૃતિ બંધ કરવામાં નહી આવે તો જાનથી મારી નાખવામાં આવશે. આ સાથે જ ફોન કરનારે કહ્યં કે રાજુ શ્રીવાસ્તવને પણ બતાવી દેજાે કે પાકિસ્તાન અને દાઉદ માટે જે બોલે છે તે બંધ કરી દે અને સુધરી જાય જાે આમ નહીં થાય તો તેના હાલ કમલેશ તિવારી જેવા થશે.

પાકિસ્તાનથી આવેલા ફોનથી અજીત સકસેનાનો પરિવાર ગભરાયેલો છેે ઇસ્પેકટર હરમીત સિંહે કહ્યું કે અનેકવાર થાય છે કે નંબર કોઇ બીજાનો બતાવવાાં આવે છ અને ફોન કરનારા કયાંક બીજે હોય છે.  એ યાદ રહે કે રાજુ શ્રીવાસ્તવનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં રાજુ શ્રીવાસ્તવ કહી રહ્યો છે કે ભારત પર જયારે પણ પાકિસ્તાન કે ચીન હુમલો કરે છે તો તે ગુસ્સામાં આવી જાય છે અને પોતાનો ગુસ્સો કોમેડી દ્વારા દુશ્મનો પર નિકાળે છે. હવે મને ધમકી આપવામાં આવી રહી છે કે મારી સ્થિતિ કમલેશ તિવારી જેવી થશે બાળકોને મારી દેવાાં આવશે પરંતુ હું દેશ પ્રેમની વાત કરતો રહીશ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.