Western Times News

Gujarati News

કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરવામાં આવી

મુંબઈ, ‘ગુથ્થી’ અને ‘ડૉ. મશહૂર ગુલાટી’ જેવા રોલ કરીને પોપ્યુલર થયેલા એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરવામાં આવી છે. મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં સુનીલની હાર્ટ સર્જરી કરવામાં આવી છે.

એક અખબારે એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં ફોન કરીને પૂછતાં તેમણે સુનીલ હોસ્પિટલમાં દાખલ હોવાની પુષ્ટિ કરી હતી. જાેકે, તેમણે વધુ વિગતો આપવાની ના પાડી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુનીલની તબિયત સુધારા પર છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુનીલ ગ્રોવરના હૃદયમાં કેટલાક બ્લોકેજ મળ્યા છે, જેના કારણે તેની સર્જરી કરવી પડી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુનીલ હાર્ટ સર્જરી પહેલા પૂણેમાં વેબ સીરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો. જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી અંગેની પોસ્ટ મૂકતાં ફેન્સ તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા. એક યૂઝરે લખ્યું, “સુનીલ પોતે આપણ બધા માટે હૃદયનો ડૉક્ટર છે.

તેને કશું નહીં થાય. જલ્દી સાજાે થાય તેવી પ્રાર્થના.” બીજા એક યૂઝરે લખ્યું, “લોકોને હસાવનારા સુનીલને કંઈ નહીં થાય..ગેટ વેલ સુન.” અન્ય એક યૂઝરે લખ્યું, “ભાઈ હસાવાનું કેમ છોડી દીધું. તમે તો કેટલાયને હાર્ટ સર્જરીથી બચાવ્યા હતી. અમે ડૉક્ટર ગુલાટીની રાહ જાેઈશું. આજે પણ કપિલ શર્મા શોમાં તમારી ખોટ સાલે છે.” આ સિવાય કેટલાય ફેન્સે કોમેન્ટ કરીને સુનીલ ગ્રોવર જલ્દી સાજાે થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો, સુનીલ થોડા દિવસ પહેલા શિમલામાં એક વેબ સીરીઝનું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે બરફની ચાદર વચ્ચે દોડી રહેલી ટ્રોનનો વિડીયો શેર કર્યો હતો. સુનીલે વિડીયો શેર કરતાં લખ્યું હતું, “આજનું શિમલા પાર્ટ-૨ અને મારું ફેવરિટ ગીત.” સુનીલ છેલ્લે ‘સ્નો ફ્લાવર’ નામની વેબ સીરીઝમાં જાેવા મળ્યો હતો. આ સિવાય ગત વર્ષે રિલીઝ થયેલી સીરીઝ ‘તાંડવ’માં સૈફ અલી ખાન સાથે દેખાયો હતો. આ પોલિટિકલ ડ્રામામાં સુનીલ મહત્વના રોલમાં હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.