કોમેડી કિંગ કપિલ મુંબઈમાં આલિશાન ઘરમાં રહે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/kapil-sharma-1-1024x576.jpg)
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક પોતાની કેડી કંડારી છે. આજે કપિલ શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો માત્ર જ નથી, તેણે બોલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. કોમેડિયન-એક્ટરે પોતાની મહેનત અને ટેલેન્ટથી આ સ્થાન મેળવ્યું છે અને આજે આલિશાન જિંદગી જીવે છે. કપિલ શર્માએ મુંબઈના પોશ વિસ્તારમાં એક બંગલો બનાવ્યો છે
પંજાબમાં તેનું આલિશાન ફાર્મ હાઉસ પણ છે. કપિલ શર્મા અવારનવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના ઘર અને ફાર્મહાઉસની ઝલક બતાવતો રહે છે. આજે અહીં તમને કપિલ શર્માના આ બંને ખૂબસૂત અને આલિશાન ઘરની ઝલક બતાવીશું. કોમેડી કિંગ કપિલ શર્માનું મુંબઈ સ્થિત ઘર બહારથી કંઈ આવું દેખાય છે. ઘરની બહારની દિવાલોનો રંગ સફેદ છે અને ઘરમાં બાકીની દિવાલો કાચની છે.
કપિલ શર્માના ઘરની બાલકનીમાંથી મુંબઈ શહેરનો સુંદર નજારો જાેવા મળે છે. સ્વચ્છ રસ્તા અને વચ્ચે થોડા-થોડા અંતરે ઊગાડેલા વૃક્ષો જાેવા મળે છે. કપિલ શર્માના ઘરની બાલકની ગ્રીનરી જાેવા મળે છે. કપિલે થોડા દિવસ પહેલા વિડીયો શેર કર્યો હતો જેમાં તે બાલકનીમાં છોડ વાવતો જાેવા મળે છે. ગત વર્ષે કપિલે લોકડાઉન દરમિયાન એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે બાલકનીમાં મિકા સિંહ સાથે ડ્રમ વગાડતો જાેવા મળ્યો હતો.
કપિલના ઘરના બહારના ભાગની જેમ અંદર પણ વ્હાઈટ થીમ જ છે. મોટા સોફા, ગ્લાસની દિવાલો, ટીવી, ઝૂમર, બ્રિક વૉલ અને અન્ય વસ્તુઓ લિવિંગ રૂમને આકર્ષક બનાવે છે. કપિલના ઘરના હૉલમાંથી લૉનવાળો વિસ્તાર જાેઈ શકાય છે. કપિલના ઘરના ડાઈનિંગ એરિયામાં વુડન ફ્લોરિંગ જાેવા મળે છે. ડાઈનિંગ એરિયામાં રસ્ટિક થીમ ફર્નિચર, મેટાલિક કલરના મોટા કુંડા ડાઈનિંગ રૂમની શોભા વધારે છે.