કોમોડિટી એક્ટના નિયમો હળવા કરવાની હિલચાલ
નવીદિલ્હી : કેન્દ્ર સરકારે જરૂરી કોમોડિટી એક્ટમાં સુધારા કરવાની તૈયારી કરી લેવામાં આવી છે જેના ભાગરુપે કોમોડિટી એક્ટને વધારે ઓછા પ્રમાણમાં કઠોર રાખીને લોકલક્ષી બનાવવામાં આવશે. કોમોડિટી એક્ટમાં નિયમોને હળવા કરવાની તૈયારી શરૂ થઇ ચુકી છે અને હળવા કરવા માટે રાજ્યો તરફથી સહકારની માંગ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી ચુકી છે. કોમોડિટી એક્ટને સરળ કરીને આ કાયદા હેઠળ કરવામાં આવેલા ગુના માટે જેલની ફરજિયાત સજાને રદ કરી દેવામાં આવશે. ખાદ્યાન્ન મંત્રી રામવિલાસ પાસવાને આજે રાજ્યોના મંત્રીઓ સાથે વિસ્તારપૂર્વક બેઠક યોજી હતી.
આ બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યો પાસેથી સહકાર મેળવીને કોમોડિટી એક્ટના કઠોર નિયમોને હળવા કરવામાં આવી રહ્યા છે. ભાવ Âસ્થર રાખવા માટે એક ફંડની રચના કરવાની હિલચાલ પણ ચાલી રહી છે. આના માટે રાજ્યોને આદેશ પણ કરવામાં આવી ચુક્યો છે. તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતોને અંકુશમાં રાખવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૦ સુધીમાં આંતરરાજ્ય પોર્ટેબિલિટીની શરૂઆત કરી દેવામાં આવશે. રેશનિંગ કાર્ડની સ્કીમની પોર્ટેબિલિટીને ટૂંકમાં જ અમલી કરવામાં આવનાર છે.
૧૩ રાજ્યોમાં આ સ્કીમને અમલી કરવામાં આવનાર છે. રાજ્યોના મંત્રીઓ સાથે રામવિલાસ પાસવાન દ્વારા આજે બેઠક યોજવામાં આવ્યા બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કિંમતોને અંકુશમાં રાખવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભાવવધારાને ટાળવાની દિશામાં પહેલ થઇ રહી છે. કઠોર નિયમોને હળવા કરીને સામાન્ય લોકોને વધુને વધુ રાહત આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.