કોમ્પ્યુટરનો ડેટા સુરક્ષિત રાખવા માંગો છો, તો T7 શીલ્ડ પોર્ટેબલ SSD ખરીદી લો

સેમસંગે ભારતમાં T7 શીલ્ડ પોર્ટેબલ SSD લોન્ચ કરવાની જાહેરાત કરી; સર્જનાત્મક વ્યાવસાયિકો અને સક્રિય ગ્રાહકો માટે ટકાઉ અને ઝડપી પર્ફોર્મન્સ
ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનિય કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ સેમસંગે આજે તેની નવીન એક્સ્ટર્નલ સ્ટોરેજ ડીવાઈસ T7 શીલ્ડ પોર્ટેબલ સોલિડ સ્ટેટ ડ્રાઈવ (પીએસએસડી) લોંચ કરવાની જાહેરાત કરી હતી. ક્રેડિટ કાર્ડ સાઈઝની ટકાઉ આ ડિવાઈસ ઉત્તમ પર્ફોર્મન્સ આપશે અને વિશ્વસનિય છે.
T7 શીલ્ડ એ સેમસંગ T7 પોર્ટેબલ એસએસડી ફેમિલીમાં નવતર ઉમેરો છે.T7 એસએસડી ફેમિલીમાં સમાવિષ્ટ ઉપકરણોમાં સુંવાળી ડિઝાઈન વાળું ડેઈલી ડ્રાઈવર T7અદભૂત રીતે ઝડપી ગતિ પ્રદાન કરે છેતથા સીઈએસ એવોર્ડ વિજેતા પીએસએસડી T7 ટચ બહેતર ડેટા પ્રોટેક્શન માટે બિલ્ટ-ઈન ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ઉપલબ્ધ છે.
સેમસંગ ઈન્ડિયાના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ટરપ્રાઈઝ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતું કે, “સર્જનાત્મક વ્યાવસાયિકો અને સક્રિય ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવેલ T7 શીલ્ડ પોર્ટેબલ એસએસડી ટકાઉ, ઉચ્ચ-કાર્યક્ષમ અને વિશ્વસનિય એસએસડી છે.
આ સખત અને મજબૂત ડિવાઈસ સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રહે. આ ડિવાઈસ પડી જાય, પાણીમાં ડૂબે અથવા બહાર ઉપયોગમાં લેવાય છતાં પણ તે સુરક્ષિત રહે. T7 શીલ્ડ પોર્ટેબલ એસએસડી વ્યાપક સુસંગતતા પ્રદાન કરે છે કે જે ગ્રાહક માટે પીસી, એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ગેમિંગ કોન્સોલ સહિતની મલ્ટિપલ ડિવાઈસ પર નવી એસએસડીનો ઉપયોગ સરળ કરી આપશે.”
આઈપી૬૫- ઉત્તમ ટકાઉપણું –T7 શીલ્ડ સેમસંગની આજની સૌથી ટકાઉ પીએસએસડી છે જે બાહ્ય તત્વો અને જીવનની દુર્ઘટનાઓથી ડેટા ગુમાવવાની ચિંતાથી મુક્ત રાખીને સમૃદ્ધ ડેટાનો અનુભવ ઈચ્છતા કન્ટેન્ટ ક્રીએટર અથવા ટ્રાવેલર માટે આદર્શરૂપ છે.
સેમસંગ દ્વારા બાહ્ય અને આંતરીક રીતે કાળજીપૂર્વક તૈયાર કરેલી T7 શીલ્ડ ૩ મીટરની ઉંચાઈથી પડવા સામે શોક-રેસિસ્ટન્સ ધરાવે છે અને આઈપી૬૫- પ્રમાણિત ડસ્ટ-પ્રૂફ અને વોટર-રેસિસ્ટન્ટ છે. નવી મજબૂત ડિઝાઈન છતાં પણ T7 શીલ્ડ નાનું અને હળવા વજનનું છે.તેનું વજન માત્ર ૯૮ ગ્રામ છે.