કોરોનાથી દુનિયામાં મૃતકોનો આંકડો ૮.૫૦ લાખને પાર
નવીદિલ્હી, દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૮.૫૦ લાખના આંકડાને પાર કરી ગઇ છે.જયારે સંક્રમિતોની સંખ્યા પણ ૨.૫૪ કરોડથી વધુ થઇ ચુકી છે મહામારીની ચપેટમાં આવેલ ૧.૭૭ કરોડ લોકો સાજા થઇ ગયા છે જયારે ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા પ્રાંતમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા મામલા અને મોતનો રેકોર્ડ નોંધાયો છે.
વિકટોરિયાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજયમાં ગત ૨૪ કલાકમાં રેકોર્ડ ૭૩ નવા મામલા સામે આવ્યા અને ૪૧ મોત થયા છે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૫ હજાર છે જેમાંથી ૧૯ હજાર એકલા વિકટોરિયામાં છે અહીં દેશના ૮૦ ટકા દર્દી છે.રાજયમાં સંક્રમણમાં વૃધ્ધિ આવા સમયે નોંધાઇ છે જયારે લોકડાઉનને હટાવવા પર યોેજના તૈયાર કરવામાં આવી રહી છે ૩૦ જુન સુધી વિકટોરિયામાં નવા સંક્રમણોની સંખ્યા સૌથી ઓછી હતી ત્યાં સુધી ૬૭ મામલા જ સામે આવ્યા હતાં તેનો પ્રસાર મુખ્ય રીતે રાજયના પાટનગર મેલબર્ન સુધી જ કેન્દ્રીત હતું.
ઇડોનેશિયામાં કોરોના દર્દીઓની સારવારમાં લાગેલ ૧૦૦ ડોકટરોને સંક્રમણ થતાં તેમના મોત થઇ ચુકયા છે. દેશના મોટાભાગની હોસ્પિટલોનું કહેવુ છે કે તેમને ત્યાં હવે દર્દીઓને ભરતી કરવા માટે જગ્યા નથી આરોગ્ય વિભાગે કહ્યું કે દેશભરમાં ૨૮૫૮ નવા મામલા સામે આવ્યા ઓગષ્ટમાં સંક્રમણ તેજીથી વધી રહ્યું છે જયારે જકાર્તામાં બાર અને નાઇટકલબ ખોલવાની યોજના સંક્રમણ વધારવાને કારણે રોકી દેવામાં આવી છે દેશમાં અત્યાર સુધી ૧.૭૨ લાખથી વધુ સંક્રમિત થઇ ચુકયા છે દક્ષિણ કોરિયામાં ૨૪૮ નવા મામલા સામે આવ્યા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે નવા મામલા આવવાની સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૯,૯૪૭ થઇ ગઇ છે જયારે ૩૨૪ લોકોના જીવ ગયા છે નવા મામલામાં ૧૮૭ ખુબહ ગાઢ વસ્તીવાળા વિસ્તાર સિયોલથી સામે આવ્યા છે.HS