કોરાનાને કારણે જનજીવન ‘ઓકિસજન’ પર – દુકાનો ખુલ્લી-ગ્રાહક નથી-આવક નથી-ખર્ચા ઘટયા નથીઃ
બહારથી “ઓલ ઈઝ વેલ” અંદરથી ડર ગભરાટનું ચિત્ર : સૌ કોઈ પરેશાન, “ જાયે તો જાહે કહાં”
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ભારત સહિત વિશ્વભરમાં કોરનાનો કહેર જાેવા મળી રહયો છે. દિલ્હી, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં કેસ કુદકે-ભૂસકે વધી રહયા છે. ગુજરાતમાં અમદાવાદ-સુરત કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. લોકોમાં કોરોનાને લઈને અનેક પ્રકારની ધારણાઓ-તર્ક છે. સાથે-સાથે ડર છે. લોકડાઉનમાં બે મહિના ઘરે રહયા પછી અનલોકમાં બજારો ખુલ્યા છે. ઓફિસો ખુલી છે. કામ ધંધા ધીમે ધીમે પાટે ચડી રહયા છે.
અર્થતંત્રને ચેતનવંતુ કરવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને ગુજરાત સરકારે કેટલાક બાહોશ પગલા લીધા છે. દુકાનો-કામધંધાના સમયગાળામાં વધારો કર્યો છે. કરફયુનો સમયગાળો રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો કરી નાંખ્યો છે. પરંતુ હકીકતએ છે કે સરકારની આટલી સાવચેતી છતા નાગરીકોની પોતાની માનવીયભૂલ અગર તો બેદરકારીના કારણે કોરોનાના કેસ વધી રહયા છે.
સુરતની સ્થિતિથી અમદાવાદથી ખરાબ છે. તો બીજા નંબરે અમદાવાદ છે. કોરોના શહેર પૂરતો મર્યાદિત રહયો નથી તેનો ફેલાવો ગામડાઓ સુધી વધ્યો છે. સૌ કોઈ પરેશાન છે. લોકડાઉનમાં ફસાયેલા નાગરિકો બહાર નીકળ્યા છે. આથિર્ક રીતે પગભર થવા રૂપિયા જરૂરી છે. ખર્ચાઓ મોટા છે. તેટલી આવક થતી નથી. દુકાનો-રેસ્ટોરેન્ટો ખુલે છે પણ ગ્રાહકો દેખાતા નથી જે ગ્રાહકો આવે છે. તેઓ મર્યાદિત ખરદી કરીને જાય છે.
ગામડાઓમાં કોરોના ફેલાતા હવે ત્યાંથી પણ ખરીદી માટે કોઈ આવતું નથી. ધંધાપાણી ઠપ જેવી હાલતમાં છે. પરંતુ કોરોનાના કેસ વધી રહયા છે. દિવસે-દિવસે માઈક્રોકન્ટેમેન્ટ ઝોન વધી રહયા છે. રાજય સરકાર ચિંતિત છે. લોકડાઉન કરે તો અર્થતંત્ર તૂટી પડે તેમ છે. મતલબ આથિર્ક વૃધ્ધિદર નીચે જતો રહે તેમ છે. અને જાે અનલોક કરે તો લોકો ઘરની બહાર નીકળે છે.
નિતિ-નિયમોના ધજાગરા ઉડે છે. કોરોનાના કેસ વધે છે. કોરાનાને કારણે બધા અટવાઈ ગયા છે. કોરોનાની કોઈ ચોકકસ ધ્યાન નથી. પેશન્ટ પર અખતરા થાય છે. કોરોનાની વેકસીન કયારે શોધાશે તે કોઈ કહી શકે તેમ નથી. દવાઓ થાય છે. પરંતુ કોરોનાની વેકસીનને બજારમાં આવતા લાંબો સમય લાગી શકે તેમ છે. આવી પરિસ્થિતીમાં વ્યકિત ઘરમાં કેટલું બેસી રહે ?!
બેઠા-બેઠા પોતે અને પોતાના કુટુંબનું કઈ રીતે ભરણપોષણ કરી શકે ?? બહાર નીકળે તો કોરોના મો ફાડીને બેઠો છે. મનમાં અડક નિશ્ચય છે. પણ મનમાં એક અજાણ્યો ડર છે. જેને કારણે કામમાં મજા આવતી નથી. બજારોમાં ગીર્દીઓછી છે. લોકો એકબીજાથી દૂર રહેવાના પ્રયાસો કરે છે. સાંજ ઢળતા સુધીમાં બજારો બંધ થઈ જાય છે. શહેરમાં ૬-૭ વાગ્યા સુધી દુકાનો ખુલી રખાય છે. પણ કોઈ ડોકાતુ નથી. ગામડાઓમાં કોરોનાને કારણે ગભરાય છે. ત્યાં અત્યાર સુધી કોઈને કોરોનાનો ભય ન હતો. પરંતુ હવે ભય દેખાવા લાગ્યો છે. બજારો ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખવા નિર્ણય કરાયો છે. ચાહર વાગ્યા પછી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ પર માણસોની જગ્યાએ પ્રાણીઓ ફરતા જાેવા મળે છે. કોરોનાએ જનજીવનને જાણે કે ઓકિસજન પર લાવી દીધું છે.
નાગરીક માનસિક રીતે પરેશાન થઈ ગયો છે. એકબીજાના ઘરે જતા ફફડી રહયા છે. બહારથી બધુ સામાન્ય જણાય છે. પરંતુ અંદરથી મિત્ર કંઈક જુદુ હોય છે. કોરોનાએ સામાજીક-માનવીય જીવનને છિન્ન-ભીન્ન કરી દીધું છે. કોરોનાને દૂર કરવા લોકો ઉપરવાળાને પ્રાર્થના કરી રહયા છે. પરંતુ આ વખતે ઉપરવાળો પણ સાંભળવાના મૂડમાં હોય તેવું જણાતું નથી.