Western Times News

Gujarati News

કોરોનાઃ ડરકે આગે જીત હૈ

Files photo

લોકડાઉન વખતે શહેરોમાં જાેવા મળેલો ફફડાટ હાલમાં ગામડાઓમાં ઃ કોરોનાના આવ્યે ચાર મહિના થયાઃ અમદાવાદીઓ કોરાના સાથે જીવતા શીખ્યા, બેદરકારી નહીં તકેદારી રાખો ઃ કોરોના પ્રસરતા ગામડાઓમાં ભય સાથે ચિંતાનો માહોલ

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને આવ્યે આજકાલ કરતા કરતા ચાર મહિના જેટલો સમય થવા આવ્યો છે. લોકો શરૂઆતમાં કોરોનાથી ખૂબ જ ફફડી ગયા હતા. ડર તો આજે પણ છે. પરંતુ “પેટ કરાવે વેઠ”એ કહેવત આપણે ત્યાં પ્રચલિત છે એટલે ઘરનું ગુજરાન ચલાવવા બહાર આવવું પડી રહ્યું છે અને તેથી જ કોરોનાથી ટેવાવવું પડશે તેમ સમજી સમજુ લોકો સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી રહ્યાં છે. નાસમજ લોકો પોતે તો હેરાન થાય છે અને ઘર અને આસપાસના લોકોને પરેશાનીમાં મૂકી દે છે.

અમદાવાદ-સુરત જેવા શહેરોમાં તો હજુ પણ કેસ વધી રહ્યાં છે. પરંતુ કોરોના સાથે અમદાવાદીઓએ જીવવાનું શીખી લીધું છે. એ સિવાય છૂટકો પણ નથી અમદાવા-સુરત-વડોદરાના નાગરિકોને કોરોના આવ્યા ઘણો સમય થયો હોવાથી ડરતા-ડરતા જીવવાનું શીખી લીધું છે. અમદાવાદના નગરજનોએ લોકડાઉન અને અનલોકમાં ઘણુ બધુ જાેયું-અનુભવ્યું. લોકડાઉનમાં ટ્રેક્ટરો-બંબાઓના પીપડા ભરીને સેનેટાઈઝ થતા મકાનો-રસ્તાઓ-દુકાનોની નિહાળી છે. શાકભાજી-કરિયાણા માટે લાઈનમાં ઊભા રહેવાની સ્થિતિનો જાત અનુભવ કર્યાે છે.

તો પાન-મસાલા ખાવાવાળા ગમે ત્યાંથી મેનેજ કરતા હતા. આ બધુ અમદાવાદીઓ જાેઈ ચૂક્યા છે. તકલીફોમાંથી પસાર થયા છે. પહેલાં જે ડર-ફફડાટ અમદાવાદીઓમાં જાેવા મળતો હતો તે અનલોક-૨માં તો ઘણો ઓછો જાેવા મળ્યો છે. હવે તો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પડોશીને કોરોના આવ્યો છે. તેને હળવાશથી લઈ રહ્યા છે.

પહેલા તો કોરોના આવ્યો હોય તો ઘરની આજુબાજુ કોઈ ફરકતું પણ નહતું. હવે તો હોમક્વોરન્ટાઈન ઘર બાજુમાં હોય તો પહેલાં જેટલો ડર રાખતા નથી. ફ્લેટોમાંનો પહેલે માળે કોરોના હોય તો તેજ માળવાળા કે અન્ય માળવાળા ગભરાઈને બીજે જતા નથી. કોરોના સાથે જીવતા શીખવું પડશે તેવી હિંમત અમદાવાદના લોકોમાં આવી રહી છે. કેટલીક બેદરકારીને કારણે કેસ જરૂર મળ્યા છે. કોરોનાને હળવાશથી લેવાની અહીંયા વાત નથી. પરંતુ તકેદારી સ ાતે જીવન જીવવું પડશે. જીવનગતિનો સિદ્ધાંત છે. તેથી આગળ વધવું અનિવાર્ય છે.

બીજીતરફ શરૂઆતમાં જે ફફડાટ શહેરોમાં જાેવા મળતો હતો. તે ગામડાઓમાં જાેવા મળી રહ્યો છે. અહીંયા પણ ટેન્કરો મારફતે સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. અત્યાર સુધી કોરોનાથી દૂર ગામડાઓ સંક્રમિત થઈ રહ્યા છે. તેતી સ્વૈચ્છિક લોકડાઉન વધી રહ્યું છે. વેપારી-સંગઠનો અને લોકો પ્રશાસનતંત્ર સાથે રહીને કામકાજના કલાકો ઘટાડી રહ્યાં છે તો અમુક સ્થળોએ સંપૂર્ણ લોકડાઉન કરાઈ રહ્યું છે.

આમ શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારો તરફ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પરંતુ શહેરી લોકોની માફક ગામડાઓના લોકોએ પણ જ્યાં સુધી કોરોનાની કોઈ ચોક્કસ દવા કે વેક્સીન ન શોધાય ત્યાં સુધી કોરોના સાથે જીવતા શીખવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.