કોરોનાઃ ડોર ટુ ડોર સર્વે ટ્રીગર ઈવેન્ટ જરૂરી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: વિશ્વના ૧૮૦ કરતા વધુ દેશોને બાનમાં લેનાર “કોરોના” વાયરસની અમદાવાદ શહેરમાં“એન્ટ્રી” થઈ ગઈ છે તથા શુક્રવાર સાંજ સુધી કોરાનાના ત્રણ કેસ કન્ફર્મ થયા છે. કોરોના વાયરસના વ્યાપને વધતો અટકાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહયા છે. મેયર અને મ્યુનિ.કમીશ્નરે નાગરીકોને અફવાથી દુર રહેવા અને રર માર્ચે જનતા કરફયુમાં સહકાર આપવા વિનંતી કરી છે.
મ્યુનિ.કમીશ્નરે પાનના ગલ્લા, ખાનગી પાર્ટી પ્લોટ, ઓડીટોરીયમ, હોલ વગેરેને બંધ કરાવ્યા છે. એ એમ.ટી.એસ.અને બી.આર.ટી.એસની બસોને સેનેટાઈઝ કરવામાં આવી રહયા છે. આમ તંત્ર દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. તેમ છતાં કેટલીક બાબતોમાં કચાશ રહી ગઈ હોય તેમ માનવામાં આવી રહયું છે. જેમાં ખાણીપીણી બજારો બંધ કરવા અને ડોર ટુ ડોર સર્વે મુદ્દે કમીશ્નર અને મેયરે વિચારણા કરવી જાઈએ તેવી લાગણી નાગરીકોમાં પ્રવર્તી રહી છે !
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. મ્યુનિ.કમીશ્નરે પાનના ગલ્લા બંધ કરાવવા માટે જાહેરાત કરી છે. પાન-મસાલા ખાનાર લોકોને થુંકતા રોકવા માટે કમીશ્નરે આ શ†નો ઉપયોગ કર્યો હોય તેમ માનવામાં આવે છે. તેવી જ રીતે એક સ્થળે વધુ લોકોને એકત્રિત થતા રોકવા માટે મનપા સંચાલિત સીવીક સેન્ટર, આધારકાર્ડ સેન્ટર, હોલ, ઓડીટોરીયમ પણ ૩૧ માર્ચ સુધી બંધ કર્યા છે. તદ્દઉપરાંત ખાનગી પ્લોટોને પણ બંધ રાખવા માટે નોટીસો આપવામાં આવી છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા તમામ કાર્યવાહી આવકારદાયક છે. પરંતુ તેમાં કેટલાક મુદ્દા પર હાલ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેમાં ખાણીપીણી બજાર મુખ્ય છે. શહેરના માણેકચોક, લો-ગાર્ડન, કાંકરીયા, વ†ાપુર, મણીનગર, વ†ાલ સહીત અનેક વિસ્તારોમાં નાના-મોટા પાયે રાત્રી ખાણીપીણી બજાર ચાલી રહયા છે. માણેકચોક તથા લો-ગાર્ડન ના બજારમાં સૌથી વધારે ભીડ થાય છે.
આ સંજાગોમાં વાયરસનો ફેલાવો થવાની શકયતા વધી જાય છે. મ્યુનિ.કમીશ્નર પણ આ બાબત સારી રીતે સમજે છે તેમ છતાં ખાણીપીણી બજાર બંધ કરાવવા માટે ર૩ માર્ચ સુધી પ્રતિજ્ઞા કરી રહયા છે. રાજય અને શહરમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ કન્ફર્મ થયા બાદ ભીડ એકત્રીત થતી હોય તેવા બજારો તાકીદે બંધ કરાવવા જરૂરી છે. મ્યુનિ. કોર્પોરેશનના કોઈ એક સીવીક સેન્ટર કે આધાર સેન્ટરમાં સમગ્ર દિવસ દરમ્યાન જેટલા નાગરીકોની અવર-જવર થતી હશે તેના કરતા વધારે ભીડ કે અવર જવર રાત્રી બજારોમાં થાય છે. કમીશ્નરે આ મુદ્દે તાકીદે નિર્ણય કરવો જરૂરી છે. તેમ નિષ્ણાંતો માની રહયા છે.
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષમાં બેથી ત્રણ વખત ડોર ટુ ડોર સર્વે કરાવવામાં આવે છે. મચ્છરોની ઉત્પતિ અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે હેલ્થ વિભાગ દ્વારા આ સર્વે થાય છે. ર૦૧૯ ના વર્ષમાં દૈનિક રૂ.પ૦૦ ના ભથ્થાથી હંગામી ધોરણો એક હજાર વોલીયન્ટર્સની ભરતી કરવામાં આવી હતી. તેવી જ રીતે કચરા સેગરીગેશન માટે કમીશ્નરે “ટ્રીગર” ઈવેન્ટનું પણ આયોજન કર્યું હતું.
સામાન્ય દિવસોમાં કરવામાં આવેલી આ બંને કામગીરીની હાલના તબકકે ખાસ જરૂરીયાત છે. કોરોના વાયરસના આક્રમણ ને નિયંત્રિત કરવા માટે ઘરે-ઘરે જઈને શરદી-ખાંસીના દર્દી તથા વિદેશથી આવેલા નાગરીકોના સર્વે થઈ શકે છે. તેવી જ રીતે ટ્રીગર ઈવેન્ટનું આયોજન કરીને નાગરીકોમાં કોરોના મામલે જાગૃતતા લાવી શકાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ નંબર મેળવવા કરતા નાગરીકોની જીંદગી બચાવવી વધુ જરૂરી છે. ડોર ટુ ડોર સર્વે અને ટ્રીગર ઈવેન્ટના માધ્યમથી નાગરીકોના ઘર સુધી જઈ શકાય છે. શરદી-ખાંસી હોય તથા અન્ય લક્ષણ ન જણાય તો સ્થળ પર જ દવા આપીને રોગ ને નિયંત્રિત કરી શકાય તેમ છે. તેવી જ રીતે ખાનગી પ્લોટને બંધ કરવામાં આવ્યા છે પરંતુ મનપાના પ્લોટમાં બજારો ચાલી રહયા છે. તેને પણ બંધ કરવામાં આવે તે આવશ્યક છે.
મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકપક્ષ દ્વારા કોરોના મામલે ગંભીરતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે. તેમ છતાં “ કેટલીક બાબતોમાં ચુક થઈ છે જેને માનવીય ભૂલ કહી શકાય તેમ છે. મ્યુનિ.હોદ્દેદારો અને કમીશ્નર ખાણીપીણી બજાર બંધ કરાવવા તથા ડોર ટુ ડોર સર્વે અને ટ્રીગર ઈવેન્ટ શરૂ કરવા તાકીદે નિર્ણય કરે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.