Western Times News

Gujarati News

કોરોનાઃ પૂનાવાલાની કંપની સીરમ પણ બનાવશે સ્પુતનિક-વી વેક્સિન,

નવીદિલ્હી: રશિયાની વેક્સિન સ્પુતનિક-વીનું નિર્માણ હવે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ કરશે. ડ્‌ર્ગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમે સ્પુતનિક-વીએ નિર્માણ માટેની જરૂરી મંજૂરીઓ આપી દીધી છે. કંપની પુણે સ્થિત હડપ્સર સ્થિત તેની લેબમાં વેક્સિનનું પરીક્ષણ અને નિશ્લેષણ કરી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી રસી માટે એસ્ટ્રાઝેનેકા સાથે જાેડાણ કર્યું છે. આ રસી ભારતમાં કોવિશિલ્ડના નામથી બનાવવામાં આવી રહી છે. કંપનીએ ભારતમાં રસીને ટ્રાયલ કરી હતી અને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રસી જાેડાણ કોવોક્સ ઓર્ગેનાઇઝેશનને પણ કોવાશીલ્ડ સપ્લાય કરવામાં આવી હતી. સીરમ સંસ્થાએ નોવાવૈક્સ કંપની સાથે જાેડાણ પણ કર્યું છે, જેની રસી કોવાવૈક્સ તરીકે ઓળખાશે. આ રીતે, હવે કંપની કોવિશિલ્ડ, સ્પુટનિક-વી અને કોવાવાક્સ રસીનું ઉત્પાદન કરશે.

મહત્વનું છે કે, ઘરેલું ફાર્માસ્યુટિકલ કંપની પેનાસીઆ બાયોટેકે રશિયાના સરકારી રોકાણ, રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના સહયોગથી ભારતમાં સ્પુટનિક-વી કોરોના વાયરસ રસીનું ઉત્પાદન શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના પેનાસીઆ બાયોટેકની બડ્ડી ફેક્ટરીમાં તૈયાર કરાયેલ કોવિડ -૧૯ની સ્પુટનિક-વી રસીનો પ્રથમ માલ રશિયાના ગામાલેયા કેન્દ્રમાં મોકલવામાં આવશે, જ્યાં તેની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવશે.

રશિયાની આરડીઆઇએફ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પુટનિક-વી રસી ઉપલબ્ધ કરે છે. આરડીઆઇએફ અને પેનાસીઆ બાયોટેક દર વર્ષે ભારતમાં સ્પુટનિક-વી રસીના ૧૦૦ મિલિયન ડોઝ તૈયાર કરવા માટે સંમત થયા છે. એપ્રિલમાં બંને દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદન મુજબ, પૂર્ણ સ્તરે ઉત્પાદન આ ઉનાળામાં જ શરૂ થવાની ધારણા છે. જાે કે, તે મહિનાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતો નથી કે, રસીનું મોટાપાયે ઉત્પાદન ક્યારે શરૂ થશે.

સ્પુતનિક વીને ભારતમાં ૧૨ એપ્રિલ ૨૦૨૧ને કટોકટીના સમયમાં ઉપયોગ કરવામાં આવી હતી. આ સાથે કોરોના વાયરસની રોકથામ માટે ૧૪મી મેથી રસીકરણ અભિયાનમાં પણ તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ઘરેલું ડ્રગ નિર્માતા ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે ૧૪ મેના રોજ જણાવ્યું હતું કે, સ્પુટનિક-વી રસી મર્યાદિત લોંચના ભાગ રૂપે શરૂ કરવામાં આવી છે. અને તેની પ્રથમ માત્રા હૈદરાબાદમાં આપવામાં આવી છે.

સંયુક્ત નિવેદન અનુસાર સ્પુટનિક-વી રસીની કાર્યક્ષમતા ૯૭.૬ ટકા છે. આ આંકડો રશિયામાં ૫ ડિસેમ્બર ૨૦૨૦ અને ૩૧ માર્ચ ૨૦૨૧ની વચ્ચે સ્પુટનિક-વીના બંને ઘટકો સાથે રસીકરણના લાભાર્થીઓમાં રશિયામાં કોરોનાવાયરસ ચેપ દરના વિશ્લેષણ પર આધારિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સ્પુટનિક-વી ૬૬ દેશોમાં નોંધાયેલું છે. સ્પુટનિક-વી રસી કોઈ વધારાના ફેરફારો વિના સામાન્ય રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.