કોરોનાઃ ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭,૨૯૬ નવા દર્દીઓ
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસને નાથવા અવિરત પ્રયાસો છતાંય દર્દીઓનો આંક દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૪,૯૦,૪૦૧ પોઝીટીવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ખતરનાક વાયરસથી મૃત્યુ આંક ૧૫,૩૦૧ થયો છે. જ્યારે ૨,૮૫,૬૩૭ લોકો સાજા થયા છે.
જેમાં ૨૫મી જૂને ૨૪ કલાકમાં થયેલા કોરોનાના ટેસ્ટની સંખ્યા ૨,૧૫,૪૪૬ની હતી. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુની હતી. દેશમાં પોઝીટીવિટી રેટ ૮.૦૨ ટકા પર પહોંચી ગયો છે. વિશ્વભરમાં કોરોનાના કહેરનો સામનો કરી રહેલા દેશોની યાદીમાં ભારત હાલ ચોથા નંબરે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્ટીંગ વધવાની સાથે પોઝીટીવ દર્દીઓનો આંક જે રીતે વધી રહ્યો છે, તેને લઈ ભારત રશિયાને પાછળ રાખીને ત્રીજા નંબરે પહોંચી જવાની ભીતિ સેવાઈ રહી છે. રશિયામાં ગત તા.૨૧મી જૂનથી દરરોજ નોંધાતા નવા કેસોની સંખ્યા ૭,૦૦૦ની આસપાસ હોય છે.
ઉૐર્ંના ભારત સહિત અન્ય ૪ દેશોના કોવિડ-૧૯ના કેસોની સંખ્યા પર નજર કરીએ તો તા.૨૧મી જૂને ૩૬૬૧૭ નવા ચેપગ્રસ્તો અને ૬૯૦ લોકોના મોત નિપજ્યા હતા. બ્રાઝીલમાં ૫૪૭૭૧ અને ૧૨૦૬, ભારતમાં ૧૫,૪૧૩ અને ૩૦૬ તેમજ રશિયામાં ૭૭૨૮ નવા દર્દીઓ અને ૧૦૯ લોકોના મોત નિપજ્યા હતા. ૨૨મી જૂને નવા કેસોની સંખ્યા અને મૃત્યુ આંક, યુએસએમાં ૩૨૩૪૯ અને ૫૫૮, બ્રાઝીલમાં ૩૪,૬૬૬ અને ૧૦૨૨, ભારતમાં ૧૪૮૨૧ અને ૪૪૫, રશિયામાં ૭૬૦૦ નવા દર્દીઓ અને ૯૫ લોકોના મોત થયા હતા.