કોરોનાએ ડરાવી દીધાઃ રજાઓમાં લોકોએ ટ્રેનમાં ફરવા જવાનું ટાળ્યું
અમદાવાદ, હાલમાં કોરોનાની બીજી લહેરની ગંભીર પરિસ્થિતિ હળવી થઇ રહી છે, પરંતુ રેલવેમાં મુસાફરી માટે હજુ કેટલાંક રાજ્યમાં આરટી-પીસીઆર ફરિજાયત કરવામાં આવ્યો છે. રેલવેમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને આવન-જાવન બંને વખતે આરટી-પીસીઆર ફરજિયાત રજૂ કરવો પડે છે.
આ નિયમથી લોકોમાં કચવાટ છે તેમજ રોજેરોજ નિયમો બદલાય છે, તેનાં નોટિશિફિકેશન આવે છે. સ્પષ્ટતાના અભાવના કારણએ અને જાે અચાનક લોકડાઉન લાગે તો ગમે ત્યારે ફસાઇ જવાનો ને હેરાનગતિનો ભય સતા રહે તેના કારણે લોકો હાલમાં ટ્રેનમાં મુસાફરી ટાળી રહ્યા છે.
કોરોનાની પરિસ્થતિ હળવી થઇ છે, પરંતુ લોકોને હજુ ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. આગામી સમયની રજાઓ દરમિયાન જાે કોરોનાની પરિસ્થિતિ ફરી વકરે તો અને કોરોનાની ત્રીજી લહેર આવે તો ટ્રેનમાં કરેલું બુકિંગ રદ કરવું પડે તેમજ રિફંડ મેળવવા માટે હેરાનગતિનો સામનો કરવો પડે. આ બધા કારણોસર લોકો કોરોના બાદ ફરવા જવા માટે ટ્રેનમાં મુસાફરી ટાળી રહ્યા છે
એટલું જ નહીં, સાવચેતી – ડિસ્ટેન્સ જેવાં અનેક કારણોસર લોકો પોતાના જ વાહનમાં રજાઓ દરમિયાન બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેના બુકિંગ અત્યારથી ખાનગી વાહનો માટે થઇ રહ્યાં છે. આગામી ઓગસ્ટ માસના તહેવારો દરરમિયાન આવી રહેલી રજાઓમાં કોરોનાના કારણે આ દિવસોમાં ફરવા જવાના સ્થળ અને જવા માટેના માધ્યમના લોકોએ બદલાવ લીધો છે.
કોરોના પૂર્વ સાતમ- આઠમના ૧૨૦ દિવસ પહેલાં મોટા ભાગની બધી ટ્રેન એડવાન્સ બુકિંગથી હાઉસફૂલ થઇ જતી હતી અને તેમાં તત્કાળ ટિકિટ મેળવવાનું પણ મુશ્કેલીજનક બની જતું તેના બદલે અત્યારે સાતમ-આઠમને ૪૩ દિવસ બાકી છે ત્યારે હાલની પરિસ્થિતિએ પણ બધી ટ્રેન ખાલી છે અને સીટ પણ અવેલેબલ છે, જાેકે અત્યારે સૌથી વધુ ધસારો બિહાર, મથુરા, દિલ્હી, યુપી જવા માટેનો છે.
સામાન્ય રીતે જન્માષ્ટમી રજામાં ઓખા-એર્નાકુલમ, વેરાવળ-ત્રિવેન્દ્રપુરમ, હાપા-મંડગાવ, જામનગરથી તિરુનેલવેલી ટ્રેનમાં સાતમ-આઠમ દરમિયાન સૌથી વધુ ધસારો રહે છે અને તેમાંય ગોવા રૂટની ટ્રેનનું બુકિંગ ખુલે તેની પાંચ જ મિનિટમાં બધી સીટ હાઉસફુલ થઇ જતી હોય છે
તેના બદલે આ વખતે સ્લિપર, સીટિંગ, થ્રી ટાયર, ટુ ટાયર એસી વગેરેમાં પણ હજુ સુધી બુકિંગ ચાલે છે. હાલમાં અમદાવાદ, ગુજરાત અને દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે લોકો ગુજરાતના જ નજીકનાં સાસણ, કચ્છ, ગીર, સોમનાથ જેવા ફરવાલાયક સ્થળ પર જઇ રહ્યા છે.