કોરોનાએ દેશમાં ૪૪ હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો
નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં અત્યાર સુધીમાં ૪૪ હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે રોજેરોજ જાહેર થતાં આંકડા મુજબ, ૨૪ કલાકમાં ૬૨,૦૬૪ નવા કેસો નોંધાયા છે. બીજી તરફ એક જ દિવસમાં ૧,૦૦૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૨,૧૫,૦૭૫એ પહોંચી ગઈ છે. આ ઉપરાંત, કોરોના વાયરસના દેશમાં હવે ૬ લાખ ૩૪ હજાર ૯૪૫ એક્ટિવ કેસ છે.
બીજી તરફ, ૧૫ લાખ ૩૫ હજાર ૭૭૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૪૪,૩૮૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોવિડ-૧૯ સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં ૯ ઓગસ્ટ સુધીમાં કુલ ૨,૪૫,૮૩,૫૫૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૭૭,૦૨૩ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રવિવાર સાંજે જાહેર થયેલા આંકડા મુજબ, ૨૪ કલાકમાં કોવિડ-૧૯ દર્દીઓની સંખ્યામાં વધુ ૧૦૭૮ લોકોનો વધારો થતાં રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૭૧૦૬૪એ પહોંચ્યો હતો. જ્યારે ૨૪ કલાકમાં ૨૫ દર્દીઓના મોત થતાં મૃત્યુઆંક ૨૬૫૪એ થયો હતો.SSS