કોરોનાએ પ૦ લાખ લોકોને બેરોજગાર બનાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાના કારણે કેટલાંય લોકોની નોકરી ગઈ તો બીજા ઘણા લોકોની રોજગારી પર પણ ખતરો તોળાઈ રહયો છે. જુલાઈ માસમાં દેશના અનેક રાજયોમાં નવેસરથી લોકડાઉન લાગુ થવાના કારણે પ૦ લાખ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સીઅમઆઈઈ સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડીયન ઈકોનોમિ ના આંકડા અનુસાર કોરોનાકાળમાં કુલ ૧.૯ કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
અત્યાર દેશના ઘણા ભાગોમાં અનલોક- ચાલી રહ્યુ છે ત્યારે પગારદાર વર્ગની નોકરીઓનું અસ્તિત્વ જાેખમમાં આવી ગયુ છે. એપ્રિલ ર૦ર૦ માં ૧.૮ કરોડ લોકોની નોકરી છીનવાઈ ગઈ હતી. જાે કે બે માસમાં આ આંકડો ઘટ્યો હતો. જૂનમાં ૩૯ લાખ લોકોને નોકરીઓ પાછી મળી હતી. પરંતુ લોકડાઉન લંબાવાતા અને પ્રતિબંધોને નવેસરથી અમલમાં મુકાતા જુલાઈ માસમાં પ૦ લાખ લોકો બેરોજગાર થયા હતા.
બેરોજગાર ીનો આંક દિવસ -દિવસે વધી રહ્યો છે. કોરોનાને કારણે ધંધા-પાણી ઠપ્પ છે. અને આવી સ્થિતિ દિવાળી સુધી રહેશે તો મોટી સંખ્યામાં લોકો બેકાર બની જશે એવો તર્ક વેપારીઓ લગાવી રહ્યા છે.