કોરોનાએ ભારતીયોની મહત્વકાંક્ષાઓ પર કોઇ અસર કરી નથી: મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી માટે કાર્ય કરનાર ગૈર લાભકારી સંગઠન અમેરિકા ભારત સામરિક ભાગીદારી ફોરમ (યુએસઆઇએસપીએફ)ના ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે દોસ્તી મજબુત થઇ રહી છે ૨૦૧૯માં ભારતમાં એફડીઆઇ ૨૦ ટકા વધી છે વર્તમાન પરિસ્થિતિ એક તાજા માઇન્ડસેટની માંગ કરે છે એવો વિચાર જયાં વિકાસ માનવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.
વડાપ્રધાને કહ્યું કે જયારે ૨૦૨૦ની શરૂઆત થઇ તો કોઇએ વિચાર કર્યો ન હતો કે આખુ વર્ષ આ રીતે પસાર થશે વૈશ્વિક મહામારીએ બધાને પ્રભાવિત કર્યા છે આ આપણી પલ્બિક હેસ્થ અને ઇકોનોમિક સિસ્ટમની પરીક્ષા લઇ રહી છે.
મોદીએ કહ્યું કે ભારત ૧૩૦ કરોડ લોકોનો દેશ છે અહીં સિમિત સંશાધન છે અહીં આખી દુનિયાની સરખામણીમાં પ્રતિ દસ લાખ લોકો પર સૌથી ઓછા મોત થયા છે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે મહામારીને ધણી બાબતો પર અસર કરી છે પણ તેનાથી ૧૩૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પર કોઇ અસર કરી નથી હાલના મહિનામાં સુધારો થઇ રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૧૩૦ કરોડ ભારતીય એક મિશન પર કામ કરી રહ્યાં છે જયાં આત્મનિર્ભર ભારત બનાવી શકાય આત્મનિર્ભર ભારત ગ્લોબલને લોકલમાં વિલય કરે છે આ ભારતની તાકાતને એક વૈશ્વિક શક્તિ ગુણંકના રૂપમાં સુનિશ્ચિત કરે છે.HS