કોરોનાએ રેકોર્ડ તોડયો: છેલ્લા ચોવીસ કલાકમાં ૭૫૭૬૦ નવા કેસ,આંકડો ૩૩ લાખને પાર
નવીદિલ્હી, કોરોના વાયરસને ગત ચોવીસ કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૭૫,૭૬૦ નવા પોઝીટવ કેસની સાથે ભારતમાં કુલ મામલાની સંખ્યા ૩૩ લાખને પાર થઇ ગઇ છે. એ યાદ રહે કે એક દિવસમાં સામે આવનારા પોઝીટીવ કેસની આ સૌથી વધુ સંખ્યા છે.એટવું જ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૧૦૨૩ દર્દીઓના મોત પણ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા પર જાે ધ્યાન આપવામાં આવે તો ભારતમાં કોરોનાના કુલ મામલા ૩૩.૧૦.૨૩૫ થઇ ગયા છે તેમાંથી ૭,૨૫,૯૯૧ એકિટવ કેસ છે.આ સાથે જ અત્યાર સુધી ૨૫,૨૩,૭૭૨ દર્દી સ્વસ્થ થયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૬૦,૪૭૨ દર્દીઓના આ મહામારીના કારણે જીવ ગયા છે.
કોરોના વાયરસ કહેરના કારણે આર્થિક તંત્રીથી ઝઝુમી રહેલ ઓરિસ્સાના ગરીબ પરિવારો અને જરૂરીયાતમંદો માટે નવીન પટનાયક સરકારે મોટી જાહેરાત કરી છે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવી પટનાયકે રાજયમાં કોવિડ ૧૯ મહામારીથી પ્રભાવિત દરીબ અને અત્યંત ગરીબ પરિવારો માટે ૨૦૦ કરોડ રૂપિયાના વિશેષ સહાયતા પેકેજની મંજુરી આપી છે.
દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના નિષ્ણાંતોએ કહ્યું કે કોવિડ ૧૯એ ફકત ફેફસા જ નહીં પરંતુ લગભગ તમામ અંગોને પ્રભાવિત કરી શકે છે અને પ્રારંભિક લક્ષણ છાતીની ફરિયાદથી બિલકુલ અસંબંધિત થઇ શકે છે તેમણે એ વાત પર ભાર મુકયો કે અન્ય અંગોને સામેલ કરવા માટે બસ શ્વાસના લક્ષણોના આધાર પર સામાન્ય મધ્યમ અને ગંભીર શ્રેણીઓમાં મામલાના વર્ગીકરણ પર ફરીથી વિચાર કરવાની જરૂરત છે. એમ્સના નિદેશક ડો રણદીપ ગુલેરિયા સ્નાયુ વિભાગના પ્રમુખ ડો એમ વી પદ્મા શ્રીવાસ્તવ સહિત સંસ્થાના નિષ્ણાંતોએ નીતી આયોગની સાથે મળી આયોજિત પોતાના સાપ્તાહિક નેશનલ કલીનિકલ ગ્રાઉડ રાઉડ્સમાં કોવિડ ૧૯ના ફેફસા પર થનાર સંભવિત જટિલતાએ પર ચર્ચા કરી.HS